________________
૧૦૧
હાથના કર્યા હૈયે વાગ્યાં અહીં શું ભેદી રહ્યા છોઅહીં સુધી દૂર આવી બેદવાનું પ્રયોજન શું છે? પેલા લોકો તેને અજાણ્યે માનવી સમજ કહ્યું કે ભાઈ ! આ રોહણાચલ પર્વત છે. તેમાં અસંખ્ય નાના મોટા મણિ તથા રત્નો ભરેલાં છે. આ પર્વતની મેખલાં છે તેથી અહીં દવાથી મહા તેજસ્વી રત્ન મળી શકે તેમ છે.
બ્રાહ્મણે પિતાની સાથેના સોનાના જવ આપીને તેમની પાસેથી એક કોદાળી ખરીદી અને તે પણ સૌની સાથે સાથે દવા લાગે. સખત પરિશ્રમ કરી ઘણું નાના મોટા મણિ રત્ન મેળવ્યા. હૈયામાં આનંદ આનંદ થઈ રહ્યો. મણિરત્નોના સમુહની એક પિટલી બાંધી, મનમાં શેખચલ્લીની માફક હવાઈ કિલ્લા બાંધતો નવાનવા તરંગો વિચારતા પિતાના ઘર તરફ જવા નીકળ્યો.
અન્ય ખાદનારાઓ બ્રાહ્મણને માનથી જોતાં તેની પાછળ પાછળ ચાલી નીકળ્યાં. વળી રસ્તામાં ચાર લુંટારાને ભય પણ હતો અનેક માણસો સાથે હોય તે કોઈને ડર ના રહે. તેથી સૌએ ભેગાં મળી પ્રથમ તે શપથ લીધા કે રસ્તામાં કોઈ કોઈને દગો કરે નહિ. પરસ્પર એક બીજાને છેતરવા નહિં, ભાઈચારાથી રહેવું અને એક બીજાને મદદ કરવી. આમ નક્કી કરી સૌ ભેગાં ચાલતા થયાં.
ચાલતાં ચાલતાં સાંજ પડી. અંધારું થવા લાગ્યું. સૌ પોતપોતાનું જોખમ સાચવી સંભાળીને સૂઈ ગયાં. બ્રાહ્મણ પણ પોતાની પોટલી માથા નીચે મુકી બેફીકરાઈથી