________________
મુનિજીવનની બાળપોથી-૩
૭૧ (ર૩) આચાર્યની દૂરંદેશિતા વિશ્વવિખ્યાત સંસ્કૃતગ્રંથ ઉપમિતિ–ભવપ્રપંચા કથા.
એના રચયિતા–લેખકશ્રી સિદ્ધર્ષિ નામના જૈન સાધુ હતા. એમને મુનિજીવન પૂર્વેને કાળ સનસનાટીભર્યો છે.
તેઓ ગૃહસ્થ જીવનમાં ભારે જુગારી હતા. એકવાર જુગાર રમતાં ૫૦૦ દ્રમ્મ સિવાય બધું હારી ગયા. પણ પણ હજી દાવ ખેલવાની તીવ્ર ઈરછા હતી. તેમણે તે ૫૦૦ દ્રમ્પને દાવ લગાવ્યું. “જે ૫૦૦ દ્રગ્સ ન આપું તે મારું માથું કાપી લેજો.” તેવું જુગારી-મિત્રોને કહ્યું અને...સિદ્ધ હારી ગયે. ૫૦૦ દ્રમ્પ લઈને તે ભાગે. કોઈ જ્ઞાની ગુરુના ઉપાશ્રયમાં પેસી ગયે. જુગારીઓ પાછળ પડી ગયા. તેને સેંપી દેવાની વાત જુગારીઓએ ગુરુજીને કરી. પણ સિદ્ધના લલાટ ઉપર લખાએલ શબ્દો, “ભાવીને મહાન શાસન પ્રભાવક” ગુરુજીએ વાંચી લીધા. જૈન શ્રાવકને વાત કરીને ૫૦૦ દ્રમ્મ અપાવીને ગુરુજીએ સિદ્ધને ભયમુક્ત કર્યો.
તરત જ ચરણોમાં પડી જઈને સિદ્ધ બોલ્યા, “આપે મને જીવન આપ્યું છે. હવે મને આપને શિષ્ય કરો.”
અને શુભ મુહૂર્ત (સિદ્ધ; સિદ્ધર્ષિ (સિદ્ધ નામના ત્રષિ) બની ગયા.