________________
મુનિજીવનની બાળપોથી-૩
૪૭
૩. સંસારભાવનાઃ નવા નવા વેષ ધારણ કરતા જીવ–નટ ૮૪ લાખ યોનિમાં મહાદુઃખિત થઈને ભટક્યા કરે છે.
૪. એકત્વભાવના કેઈ કોઈનું નથી.
પ. અન્યત્વભાવનાઃ જીવ શરીરથી, ધન, સ્વજનાદિથી ભિન્ન છે.
૬. અશુચિસ્વભાવનાઃ આ શરીર ગંદકી ભરેલું છે.
૭. આAવભાવનાઃ મૈત્યાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ક્રોધાદિ વાસિત ચિત્તાદિ અશુભ કર્મને આશ્રવ કરે છે.
૮. સંવરભાવનાઃ સર્વ આશ્રવનિરોધ તે સંવર. દ્રવ્યથી કમ ગ્રહણ અટકાવવું.
ભાવથી-કમગ્રહણમાં હેતુભૂત ક્રોધાદિ સાંસારિક ક્રિયાને સમાદિથી અટકાવવી.
૯. નિર્જરાભાવના કર્મનું આત્મા ઉપરથી અંશતઃ ખરવું તે દેશનિર્જરા. સર્વતઃ ખરવું તે સર્વનિર્જરા.
સકામનિર્જરા મુનિઓને (અમારા કર્મો ક્ષય થાઓ એવી કામનાપૂર્વકના તપાદિથી થતી નિર્જરા.)
અકામનિર્જરા–શેષ જીવને (અમારા કર્મને ક્ષય થાએ એવી કામના વિના કષ્ટથી થતી નિર્જરા.).
આ અંગે મતાંતર છે તે ગુરુગમથી જાણી લેવો. .