________________
૨૯
મુનિજીવનની બાળપોથી-૩ માટે આને ચરણ (ચારિત્ર) સિત્તરી (૭૦ પ્રકારે) કહેવામાં આવે છે.
(૧) ૫ વતઃ સર્વથા પ્રાણાતિપાદ વિરમણ આદિ. આનું સ્વરૂપ પૂવે જણાવાઈ ગયું છે.
(૨) ૧૦ પ્રકારને યતિધર્મ ૧. ક્ષમા ૨. માવ ૩. આર્જવ ૪. મુક્તિ (નિર્લોભતા) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શૌચ ૯. આકિચન્ય ૧૦. બ્રહ્મચર્ય
૧. ક્ષમા ઃ સશક્ત કે અશક્ત પણ જીવને સહન કરવાને અધ્યવસાય (આત્મપરિણામ). અર્થાત્ સર્વ રીતે ક્રોધનો વિવેક કર, (તેના ઉદયને) નિષ્ફળ બનાવવો તેને ક્ષમા કહેવાય છે.
૨. માર્દવ : અસ્તબ્ધતા, અર્થાત્ અક્કડાઈનિ અભાવ, અસ્તબ્ધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે. અર્થાત્ જીવની નમ્રતા અને નિરભિમાનતા.
૩. આવઃ “જુ' એટલે વકતારહિત સરળ પરિણામી જીવ. તેના ભાવને અથવા કર્મને આર્જવ કહ્યું છે. ટૂંકમાં જીવન સરળ આત્મપરિણામ તે આર્જવ કહેવાય.
૪. મુકિત : છૂટવું કે છોડવું તે મુક્તિ. અર્થાત્ બાહ્ય અનિત્ય પદાર્થોની અને અત્યંત ક્રોધાદિ ભાવની તૃષ્ણાને છેદ કરવા રૂપ લોભ-ત્યાગ તે મુક્તિ કહેવાય.
પ. તપ ઃ જેનાથી શરીરની ધાતુઓ અથવા જ્ઞાનાવ...