________________
૧૬૯
મુનિજીવનની બાળપોથી-૩
આત્માની ધરતીમાં તીવ્ર પાપકર્મોના ઉદયથી ગુલાબના રોપ જેવા પાપ ભલે જડાઈ જતા; આપણે વારંવાર તેને ખેંચવાનું જ કામ કરતા રહો તો એક દિવસ એ જરૂર આવશે કે એ પાપ પણ કરમાવા લાગશે, એની કળી કળી કરમાઈને ખલાસ થવા લાગશે, એની તીવ્રતા તૂટી જશે. અને એક દિવસ એ ધન્ય દિવસ આવશે કે જ્યારે આ ભવમાં નહિ તે, આવતા ભવમાં આપણું જીવન નિષ્પાપ સિદ્ધિના શિખર ઉપર જોવા મળશે.
આપણું સાધના જ ચઢતા પડતા શિખરો સર કરવાની.
આપણી સાધના એટલે જ ચાર પાંચ ડગલાં આગળ જવું અને બે-ત્રણ ડગલાં પીછેહઠ કરવી.
આપણી પ્રગતિ જ એવા પ્રકારની છે કે આપણો આભા જ એવો નબળો દૂબળે છે કે આપણે મોક્ષ પામવા માટે આ રીતે આગળ વધવાનું છે. જો તેમ જ હોય તે તે પરિસ્થિતિને આપણે શી રીતે મિથ્યા કરશું?
ચાલે, ભૂતકાળમાં તીવ્ર પાપનું પશ્ચાતાપ કરીને, વર્તમાનકાળમાં સદ્દગુરુની પાસે જઈને પ્રાયશ્ચિત્ત કરીને ભવિષ્યકાળમાં ફરી પાપે નહિ કરવાના પચ્ચક્ખાણ લઈએ.
શાસ્ત્રવિચાર પાંચ ચારિત્ર
[૧૫] ૧. સામાયિક ચારિત્ર: સમ એટલે જ્ઞાન-દર્શનચારિત્રને ૩ય એટલે લાભ, તે સમાય અને વ્યાકરણના નિયમથી (તદ્વિતને રૂ પ્રત્યય લાગતાં) સામયિ શબ્દ થાય