________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૫૯ છે. સાધ્વીજીને શરીરના ૨૫ બેલને બદલે ૧ ૮ (છાતીના ત્રણ + ખભાના ચાર-સાત સિવાય) બેલ હોય છે. અને સ્ત્રીઓને ૧૫ (છાતીના ત્રણ + ખભાકાંખના સાત + મસ્તકના ત્રણ સિવાય) બેલ હોય છે. મુહપત્તિ અંગેના ૨૫ બોલ તો બધાય ને સરખા હોય છે,
ઐતિહાસિક કથાઓ (૫૮) વસ્તુપાળને મુનિમ: મંત્રીશ્વર વસ્તુપાળના મુનિમે એક વાર હિસાબમાં ગરબડ કરી. એની ચેરી પક. ડાઈ ગઈ. જન સાધર્મિક ભાઈ હેવાના કારણે તેને જેલમાં નહિ બેસાડતાં પિતાની જ હવેલીના એક ખંડમાં તેને નજરકેદ” જેવી સજા કરી.
પણ નગરના ધમીજનને આટલું ય ન ગમ્યું. તેમણે આચાર્ય ભગવંતને ફરિયાદ કરી. આચાર્ય ભગવંતના કહેવાથી વસ્તુપાળે મુનીમને નજરકેદમાંથી પણ મુક્તિ આપી.
કાલાંતરે આ ભાઈ દીક્ષાની ભાવનાવાળા થયા. દીક્ષા દેવામાં આવી; પરંતુ વસ્તુપાળને તે અંગેની પાત્રતા તેમાં ન જણાઈ
પરંતુ જ્યારે વર્ષો પછી વિદ્વત્તા આવવાના કારણે પન્યાસપદ ઉપર આરૂઢ કરવાની વિચારણા થઈ ત્યારે તે અંગે દીર્ઘદૃષ્ટા વસ્તુપાળે પિતાને વિરોધ દર્શાવ્યું. પણ ગુરુદેવના આગ્રહને જોઈને તેમણે વાત વાળી લેતાં કહ્યું, “ભલે....પદસ્થ કરો. પરંતુ આચાર્યપદ તે ભવિષ્યમાં ન જ આપશે.”