________________
મુનજીવનની બાળપોથી-૩ જગતને સુધારવામાં ઘણી ઘણી પુણ્યાઈ અને શુદ્ધિની જરૂર પડે છે. તે વાત જ્યારે કેઈને શિષ્ય બનાવવાની ઈચ્છા જાગે ત્યારે આપણે વિચારવી જ રહી. દશધા સામાચારી
(૧) ઈચ્છાકાર : ઉત્સર્ગ માગે તે સામર્થ્યવાન સાધુએ કેઈ કાર્ય માટે બીજા સાધુને કહેવું જ ન જોઈએ. સામર્થ્યના અભાવે પણ રત્નાધિક (પર્યાય-વડીલ)ને ન કહેતા. નાના સાધુઓને પોતાનું કાર્ય જણાવીને ઈચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આટલું મારું કાર્ય કરી આપશે?) અથવા કોઈ સાધુ સ્વયં આવીને તેની પાસે કાર્ય માંગે ત્યારે ઈચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આ કામ કરવાનું છે).
તાત્પર્ય એ છે કે કાર્ય આપનાર ગ્લાનાદિ સાધુ કઈ નાના સાધુ ઉપર પણ કાર્ય કરવાની બલાત્કારે ફરજ પાડી. શકતો નથી. તેમ વૈયાવચ્ચ કરનાર કેઈ સાધુ શ્વાનની ઈચ્છા વિના બલાત્કારે તેનું કાર્ય કરી શકતો નથી. બેયને ઈચ્છાકાર કરવાને આવશ્યક છે.
કઈ સાધુ પિતાના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ માટે આચાર્યની વૈયાવચ્ચ અથવા વિશ્રામણાદિ કાંઈ પણ કાર્ય ઈચ્છતા હોય તો તેને પણ તે કાર્યમાં જોડતાં પૂર્વ આચાર્યું પણ તે સાધુ પ્રત્યે ઈચ્છાકાર કરવું જોઈએ. (તમારી ઈચ્છા હોય તે તમે વૈયાવચ્ચ કરી શકે છે. તે કર એવી આજ્ઞા ન થાય.)