________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૩૧ કરીને મુનિને આપવી તે “પરાવર્તિત દોષ. ૧૧. સાહમું લાવીને આપવું તે “અભ્યાહુત દોષ. ૧૨. કુડલાદિકમાંથી ઘી આદિક કાઢવા માટે તેના મુખ પરથી માટી વિગેરે દૂર કરવી “તે ઉભિન્ન દોષ. ૧૩. ઉપલી ભૂમિથી, સકેથી કે ભેંયરામાંથી લઈને સાધુને આપવું તે “માલાપહત દોષ.” ૧૪. રાજાઆદિ જોરાવરીથી કેઈની પાસેથી આંચકી લઈને આપે તે “આચછેદ્ય દોષ.” ૧૫. આખી મંડળીએ નહી દીધેલું (નહીં રજા આપેલું) તેમને એક જણ સાધુને આપે તે “અનાસૃષ્ટિ દોષ. ૧૬. સાધુનું આવવું સાંભળી પિતાને માટે કરાતી રસવતી પ્રમુખમાં વધારે તે
અધ્યવપૂરક દોષ.” આ સોળ દોષ આહાર દેનારથી લાગે છે.
હવે સાધુથી થતા ઉત્પાદનના ૧૬ દેષ આ પ્રમાણે ૧. ગૃહસ્થના બાળકને દૂધ થવું, નવરાવવું, શણગટરવું, રમાડવું તથા ળામાં બેસાડવું ઈદિ કર્મ કરવાથી મુનિબે “ધાત્રીપિંડ નામે દોષ લાગે છે. ૨. દૂતની પેઠે સંદેશ લઈ જવાથી સાધુને “દૂતિપિંડ” નામે દેષ લાગે છે. ૩. ત્રણે કાળના લાભાલાભ જીવિત મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી “નિમિત્તપિંડ” નામે દોષ લાગે છે. ૪. ભિક્ષા માટે પોતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આદિકના વખાણ કરવાથી “આજીવપિંડ” નામે દોષ લાગે છે. ૫. ગૃહસ્થની પાસે દીનપણું જણાવીને ભિક્ષા લેવાથી “વનીપકપિંડ” નામે દોષ લાગે છે. ૬. ભિક્ષાપ્રાપ્તિ માટે ઔષધાદિક બતાવવાથી ચિકિત્સાપિંડ” નામે દોષ લાગે છે. ૭. ગૃહસ્થને ડરાવી,