________________
૯૪
મુનિજીવનની બાળપોથી-૩ * સાપેક્ષ યતિધર્મનું દશમું કર્તવ્યઃ
સંખના-વિધિપૂર્વક દેહ-કષા વગેરે જેનાથી ઘસાયક્ષીણ થાય તેવી વિશિષ્ટ કેસિની તપ ક્રિયાને સંલેખના કહેવાય છે. આ વિશિષ્ટ સંલેખના અંતકાળે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે.
ઐતિહાસિક કથાઓ (૩૧) દુબલ-પુષ્પમિત્રને સ્વાધ્યાયઃ દુર્બલ-પુષ્પમિત્ર નામના મુનિ એટલે બધે નવ પૂર્વને સ્વાધ્યાય કરતા હતા કે ઘી વગેરે કાંઈ પણ વાપરે છે તે બધું સાફ થઈ જતું. તેમના સંસારી બંધુઓ બૌદ્ધધમી હતા. તેમણે તેમની દુર્બલતા બદલ ગુરુદેવ પાસે ચિન્તા વ્યક્ત કરી. ગુરુદેવે સાચી હકીક્ત સમજાવી, પણ સંસારી બંધુઓને સંતોષ ન થયું. ગુરુદેવની રજા લઈને વધુ પ્રમાણમાં ઘી વગેરે આપવા લાગ્યા. પણ સ્વાધ્યાયના અગ્નિમાં બધું બળીને ખાખ થઈ ગયું.
છેલ્લે ગુરૂદેવે સ્વાધ્યાય બંધ કરાવીને માત્ર સાદો રાક લેવડાવ્યું. થોડા જ દિવસમાં દુર્બલ-પુષ્પમિત્રનું શરીર હૃષ્ટપુષ્ટ દેખાવા લાગ્યું. સમગ્ર સાંસારિક પરિવાર આશ્ચર્યમુગ્ધ બની ગયે. સહુએ જિનધર્મનું શરણ સ્વીકાર્યું.
(૩૨) શ્રીયકનું ઉપવાસથી મૃત્યું: પોતાના સંસારી ભાઈ શ્રીયકને પર્વ દિવસે ઉપવાસ કરાવવાની ભાવનાથી યક્ષા નામનાં સાધ્વીજી સમજાવી સમજાવીને થોડું થોડું પચચક