________________
( ૭૫ ). હત, રંક કે ગરીબ માણસને એ સર્વને શ્રેષ્ઠ પુરૂષની મુલાકાત ન થાય અથવા તે ઘણી જ મુશ્કેલીઓ થાય એ એ સમય. નહોતો, તેમજ પ્રતિહારીથી તે મેટા અમલદાર પર્યત સર્વે કઈ અનીતિ કરતાં નીતિનાજ પક્ષપાતી હતા. પ્રાય: કરીને રાજાને જ પગલે ચાલનાર પ્રજાજન પણ હોય છે. જે રાજા એવીજ એની પ્રજા,એવીજ નોકરશાહી. વિકમરાજાને મળવા માટે ચોપદાર કે પ્રતિહારીને લાંચ રૂશવતા આપવું પડે તેમ નહતુ. રાજા ઉપર જેમ સાક્ષાત્ દેવની પ્રસન્નતા હતા ને તેઓ પણ બીજાઓ ઉપર એવીજ પ્રસન્નતાથી જોનારા હતા. એ સમય, અને વાતાવરણ મજેનાં હતાં.
યથા સમયે ભાવડશાહે માધવરાજની મુલાકાત લીધી. યેગ્ય નજરાણું ભેટ કર્યું, માલવરાજ એમની મીઠી વાણીથી, એમનું પ્રતિભાભર્યું વક્તવ્ય જોઈ ખુશી થયા. કુશલ સમાચાર પૂછી“ શા માટે આવ્યા છે ? શું વ્યવસાય કરે છે?” વગેરે પૂછ્યું.
માલવપતિના જવાબમાં ભાવડશાહે ટુંકમાં પિતાની મુસાફરીની હકીકત કહી સંભળાવતાં કહ્યું કે “ મારી પાસે કેટલાક ઉત્તમ જાતિના, લક્ષણવંત, એક વર્ણના અવે છે જે આપને ભેટ આપવા માટે મેં ઘણું મહેનતે કેળવીને તૈયાર કરેલા છે. એ અવે આપ જેવા ચક્રવત્તી બિરૂદ ધારી. મહાન પુરૂષનેજ ગ્ય છે”.