SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૧ ) પૂર એક દાયકે પણ થયો નહી ત્યાં તો એક પરાક્રમી નર ઉત્પન્ન થયે, હજુ તો મૂછનો દોરે પણ દેખાતો નહોતો અવો એ યુવક સાહસિક, પરાક્રમી, દેવના વરદાનવાળે, અને મોટા ભાગ્યવાળો ભારતવર્ષનું સામ્રાજ્ય ભોગવવા જાણે વિધિએજ ઉત્પન્ન કર્યો ન હોય, એમ એ પુરૂષે સ્વ શક્તિથી યુદ્ધ સામગ્રીની તૈયારી કરી. સૈન્ય સહિત માળવા ઉપર ચઢ. એ ભારતના સામ્રાજ્યની મીઠી સુખ નિદ્રામાં પડેલા સિથિયને વિલાસમાંથી માંડ માંડ જાગ્યા, એ ધન અને રમણીના ઉપગમાં રક્ત સિથિયનોને યુદ્ધ કરવું કયાંથી ગમે. રમણીય રમણીનાં સુખો એમ સહેજે કેઈને છોડવાં ગમેકે ? ગમે કે ન ગમે પણ પેલા વીરપુરૂષે એમને બળાત્કારે ભેગમાંથી જગાડ્યા પડકાર્યા. ન જાગે તે કરે પણ શું? એમને માટે બેમાંથી એક વસ્તુ હવે નિર્માણ હતી. કાંતો મૃત્યુ કે પછી નાશી છુટવું. એ અલ્પ પ્રયાસે મેળવેલી લક્ષ્મીનો ભોગવનાર હવે કે ત્રીજો જ નર જગતમાં વિધિએ ઉત્પન્ન કર્યો હતે. યુદ્ધને અગ્નિ ફાટી નિકળે. સિથિયને પિતાના સુખમાં વિદ્ધ કરનારને સહી લેઈ નાસી છુટવા તૈયાર ન હતા. એને ભયંકર શિકસ્ત આપવા રણમેદાનમાં પડ્યા. એ મહાન યુદ્ધમાં પરેશીયો રણમાં હમેશને માટે પોઢી ગયા. ભારતવર્ષના કંઈક ભાગો ઉપર સ્થાપેલી એમની સત્તા, એમનાં સુખ, એ વિલાસ હવે તે સ્વપ્નવત્ થઈ ગયાં, જડમૂળથી ઉખડી ગયા.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy