________________
( ૪૪૩)
નાગને માતાપિતાના દર્શન થયાં નહી. આખરે એમની તપાસ થઈ પણ કયાંથી પત્તાં લાગે. ભગવાનનાં પ્રાસાદ ઉપર મંદ મંદ વાયુની લહેરથી ફરકતી ધ્વજા પેાતાના વિજય જાહેર કરતી જગત જતાને આગમનનાં આમ ત્રણ અપી રહી હતી. પણ જાવડશાહ અને એમનાં પત્નીને કયાંય પત્તો લાગ્યું નહી. સંઘપતિને નહી જોવાથી સર્વેનાં મન અતિ ઉદાસ થયાં, “ અરે મહાભાગ્યવંત જાવડશાહ ક્યાં ગયા હશે? શું પેલા અસુરાનું એમાં કાંઈ પરાક્રમ રહેલ' હશે?ઃ એ સંઘવીનાં પનાતા પગલાં પાછાં ક્યારે થશે ? ”
માતાપિતાને નહી જોવાથી ખેદ પામેલા જાજનાગે વજ્રસ્વામીને પૂછ્યું, “ ભગવન્ ! મારાં માતાપિતા કયાં છે, ધ્વજા આરેાપણ નિમિત્તે પ્રાસાદના અગ્ર ભાગે ગયેલાં ત્યાર પછી તેમના કાંઇ સમાચાર નથી. ’’
જાજનાગનાં વચન સાંભળી વજીસ્વામીએ ઉપયાગથી સર્વ હકીકત જાણી લીધી. “ જાજનાગ ! તારા માતિપતા પરમ સુખમાં ગયાં છે. એમણે તે પેાતાના આત્માનું કાર્ય સાધી લીધું છે. માનવભવની સફળતા એમણે સિદ્ધ કરી લીધી છે. જાજનાગ! તમારા પિતા પુત્રનેા સબંધ હવે પૂરા થઈ ગયા છે. ” વજીસ્વામીનાં વચન સાંભળી જાજનાગને કઇંક અશુભ થવાની કલ્પના થઈ.
“ મારા ને એમને સખ ધ પૂરા થયા એટલે શુ,