________________
( ૪૨૯ )
નહિ. વજ્રસ્વામીને ખબર પડતાં અસુરની માયા જાણીને એની પાસે આવી. એની ઉપર પેાતાની દૃષ્ટિ ફેંકી. એ ષ્ટિના તાપને નહિ સહન કરતી એ વ્યાધિ નષ્ટ થઈ ગઈ. તરતજ સંઘની નજર આગળ જયમતિ વ્યાધિરહિત થઇ ગયાં. ક્ષણ પહેલાં આક્રંદ કરતાં જયમતીને તદ્દન સ્વસ્થ જોઈને સકળ સંઘને આનંદ થયા.
“
પોતાના જીવનનાં પરાક્રમામાં અસુર નાયકના આજે આ પ્રથમ પરાજય થયા. પેાતાની શક્તિથી ઉત્પન્ન થયેલા જ્વર એકદમ નષ્ટ થયેલેા જેઈ મનમાં તે અજાયબ થયા “ શુ એ મનુષ્ય કીટક મારી અગાધ શક્તિના નાશ કરવા માગે છે ? આખા વિશ્વના સંહાર કરવાની શક્તિ આગળ એ મગતરાના શા ભાર છે! હમણાંજ હું મારી શક્તિ બતાવું એને?
તરતજ એણે પોતાના અસુરોને હુકમ કર્યો, “ અરે અસુરે ! આખાય પર્યંત કંપાયમાન કરે. રાવણે જેમ અષ્ટાપદ ઉપાડ્યો હતા તેમ સારાય શત્રુંજય પર્વત ડાલાવા બેઉં તેા ખરા વાલી મુનિ મા સ્થિર કરવાની કાની તાકાત છે?”
પેાતાના સરદારના હુકમથી પ્રલય કાળના પવનવડે જેમ વૃક્ષાના પાંદડા ડોલાયમાન થાય તેવી રીતે આખાય શત્રુજય ડાલવા લાગ્યા. શત્રુંજયને ચાલતા જોઈ સ ંઘ ક્ષેાલ પામ્યા. “ અરે આ શે! ઉત્પાત? ખધાંય શિખરા હમણાં ગબડી