________________
( ૪૦૫)
શ્રાવક ઉપર કરૂણ નજર કરી પોતાની શક્તિને ઉપયોગ કરે છે. શ્રાવકની વિનંતિ પોતે માન્ય કરે છે. દુ:ખી શ્રાવકેના કલ્યાણ માટે પણ એમની પ્રવૃત્તિ હતી. કારણકે શ્રાવક ધર્મને માર્ગ પણ ભગવતેજ પ્રરૂપો છે એ માર્ગો પણ પ્રાણીઓ મેક્ષ મેળવે છે.
તીર્થકરોએ મોક્ષ મેળવવાના બે માર્ગ કહેલા છે. એક સુસાધુધર્મ અને બીજે સુશ્રાવકધર્મ, સત્તાવીશ ગુણોના ધરનાર, દશ પ્રકારના યતિધર્મને પાલન કરનારા તેજ • સુસાધુ કહેવાય, અને તેજ ભાવપૂજા સમજવી તેમજ જિન બિંબની પુષ્પાદિકથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. યતિધર્મનું પાલન કરવામાં જે અસમર્થ છે તેમણે દ્રવ્યપૂજા માં (શ્રાવક ધર્મમાં) જોડાઈ ધર્મનું પાલન કરવું પણ સાધુધર્મમાં ભ્રષ્ટપણામાં રહેવું નહિ.
સાધુ ભલે સૂત્રઅર્થના જ્ઞાતા હોય પણ એમના ચારિત્ર માટે લેકે શંકા ધરાવતા હોય, ચારિત્રમાં શિથિલતા આવતી હોય તેમજ સૂત્રોના અર્થ પોતાની મરજી પ્રમાણે કરતા હોય તે નટુવાનું બેલેલું જેમ વ્યર્થ જાય તેમ એવા સાધુઓનાં વચન અને ભણતર પણ વ્યર્થ જાય છે. લોકને એની કોઈ અસર થતી નથી કેમકે નાટકમાં નટ જેમ વૈરાગ્યની વાત કરે તેની લેકે ઉપર જેવી ક્ષણીક અસર થાય તેવી રીતે સ્વાર્થ ભણને પણ જે તે પ્રમાણે વર્તત