________________
છે
( ૩૮૫) છે એનામાં ગ્યતા તે જુએજ. એમનામાં રાગદ્વેષ વાકે જેરમાં છે, ચારિત્રમાં કેવા છે, એ પરીક્ષામાં વાંદનારને યેગ્યતા જણાય તે વાંદેજ, સાધુઓને કહેવાપણું ન હોય કે શ્રાવકે સાધુઓને વાંદતા નથી અને એમ કહેવા છતાં પણ
જ્યાં ગુણ જોવાતા ન હોય ત્યાં માથુ તે શી રીતે નમે ! પોતાના મિત્ર છતાં ભક દેએ એ વજીરાષિના ચારિક ત્રની બે બે વખત પરિક્ષા કરી છે કે બાળસાધુ ચારિત્ર પાળવામાં કેવાકે છે? નમિ રાજર્ષિના ચારિત્રની પરીક્ષા કરવાને ખુદ સ્વયં ઇંદ્ર બ્રાહ્મણના રૂપે આવે છે. જ્યારે એમનું ચારિત્ર શુદ્ધ જણાય છે એમ ખાતરી થતાંજ એ પુરૂષશ્રેષ્ઠ આગળ ઈંદ્રનું મસ્તક પણ ઝુકે છે, સિદ્ધસેન દિવાકરસૂરિની પરીક્ષા કરવા સારૂ માલવપતિ વિકમ નરેશ મનઃ થીજ માત્ર નમસ્કાર કરે છે. એ મનથી નમસ્કાર કરનારાને સૂરિ ગાઢ સ્વરે ધર્મલાભની આશિષ આપે છે. એ ધર્મ લાભનો ખુલાસો થતાંજ માલવરાજની શુદ્ધ, ભક્તિ જાગૃત થાય છે. ગુણ હોય ત્યાં જ સ્વાભાવિક પ્રેમ થાય છે. જેનામાં શુદ્ધ ચારિત્ર છે, ગુણ છે. એ તે પોતે પૂજાવા ન માગતા હોય છતાં જગત પિતાના આત્માની ખાતર એમને પૂજેજ છે. પણ નિર્ગુણને તે પોતાને ઉપરને દંભ ગમે તે હોય છતાં જાણકારને તો નમવાનું મન ન જ થાય, પછી પોતાના રોગીઓથી એ ભલે વંદાય-પૂજાય. ' ૨૫