SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૭) આટલી લાલચે, માતાની આવી કાકલુદી છતાં આ બાળક જાણે સાંભળતો જ ન હોય તેમ કાન પણ ધરતો નથી. આ તો કઈ અદભૂત બાળક ! રાજાએ તરતજ સુનંદાને કહ્યું, “સુનંદો! હવે તું દૂર જા. આ બાળક તે જાણે તને ઓળખતા જ ન હોય તેમ તારા બોલાવ્યા છતાં તે તારી સામે પણ જોતો નથી.” રાજાના કહેવાથી સુનંદા પ્લાનમુખી થઈ ગઈ. એના હાથ પગ જાણે જકડાઈ ગયા હોય તેમ ઉઠવાને પણ સમર્થ ન હતી છતાં રાજાના હુકમથી તે માંડ ઉઠીને નશીબ ઉપર હાથ મુકતી પોતાના સંબંધીઓ જ્યાં બેઠા હતા ત્યાં ગઈ. એના હૈયામાં અત્યંત નિરાશા હતી. જાણે મરવાને ઈચ્છતી હોય તેમ તેજ વગરની થઈ ગઈ. પુત્ર માટે આટલી બધી મહેનત ભરસભામાં રદ બાતલ થઈ ગઈ તે કાંઈ ઓછું દુઃખ કરનારું ન હતું. અવસરના જાણ રાજાએ ધનગિરિને બાલકને બેલાવવા માટે કહેતાં રજોહરણ ઉંચો કરીને ધનગિરિયે મિતાક્ષરમાં કહ્યું, “હે અનઘ ! જે દીક્ષા લેવાની તારી મરજી હાય, તું દીક્ષા, ધર્મ અને તત્વનું સ્વરૂપ જાણતા હો તો ધર્મધ્વજ રૂપ આ મારૂં રજોહરણ લે.” ધનગિરિ એટલા શબ્દો બેલ્યા તે દરમિયાન બાલહસ્તિની જેમ કર ઉંચે કરી પગમાં ઘુઘરીને ઘમકાર કરતા તેણે ધનગિરિ તરફ દેડી
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy