________________
( ૩૪૪ ) એ બાળક અમને અર્પણ થયે એટલે સંપાય નહિ. પણ એ મેટો થશે અને એની સાધુ થવાની મનાવૃત્તિ હશે તોજ અમે દીક્ષા આપશું.”
કેટલા વર્ષની ઉમરે દીક્ષા આપી શકાય છે.” આઠ વર્ષની ઉમરે દીક્ષા આપવાનું શાસ્ત્રમાં પ્રમાણ છે.” આઠ વર્ષની ઉમરમાં દીક્ષા કેઈને આપી છે.”
હા.” “કોણે લીધી?”
મહાવીર સ્વામીએ અતિમુક્તકુમારને આઠ વર્ષથી પણ ઓછી વયે દીક્ષા આપી ને નવ વર્ષે ઈરિયાવહી પડિકમતાં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું.”
માતાપિતાની સંમતિ વગર દીક્ષા આપેલી કે ? ”
માતાપિતાની સંમત્તિથીજ અતિમુક્તને દીક્ષા આપેલી છે અતિમુક્ત પણ દીક્ષા લેવાની તીવ્ર જીજ્ઞાસાવાળા હતા.”
“એકજ એ દાખલો છે કે બીજા કેઈએ લીધી છે તે દાખલો છે?”
હા! બીજે પણ દાખલો મનક મુનિને છે.” “એ કેણ વળી ?” મંત્રીએ પૂછ્યું. ચૌદ પૂર્વધારી શય્યભવસૂરિએ પિતાના સંસારી