________________
પ્રકરણ ૩૫ મું.
રકઝક. એક વખતે એક અજાણી સ્ત્રી વાકુમારને શય્યાતરી સ્ત્રીઓ પાસેથી લઈને રમાડવા લાગી. પયપાન કરાવતી અને અત્યંત લાડ લડાવતી આ સ્ત્રીને જોઈ શય્યાતરી સ્ત્રીઓ વિસ્મય પામી. “આ કોણ સ્ત્રી હશે કે બાળકનેઅજાણ્યા બાળકને આટલા બધા લાડથી રમાડે છે.” શય્યાતરી સ્ત્રીઓ શંકાથી જેવા લાગી.
બાઈઓ ! બહેન ! તમે શું જોઈ રહ્યાં છો ! આ બાળકને હું ઓળખતી ન હોઉં એમ ધારશના? હું આવી રીતે રમાડું છું તેથી તમને શું અજાયબી લાગે છે કે?”
હા! જરૂર ! તમને કોઈ દિવસ જોયાં નથી, છતાં આ બાળકનાં ચિર પરિચય વાળા હે તેમ રમાડી રહ્યાં છે?”
આ બાળકની હું ચિરપરિચય વાળીજ છું. ચિર પરિચય અથવા તે કોઈપણ સંબંધ વગર કઈ આવી રીતે રમાડી શકે જ નહિ.”
ત્યારે શું આ બાળકને તમે ઓળખે છે કે ? ”