________________
(ર૭૯ ) કરીને પછી એ તીર્થ દેવતાઓ, અને વિદ્યાધરે માટે જ થયું. કેઈ લબ્ધિવંત મનુષ્ય જ સ્વશક્તિથી ત્યાં જઈ શક્તા હતા. અથવા તો કોઈ વિદ્યાધર કે દેવતાની પ્રસન્નતાથી કઈક ભાગ્યવંત મનુષ્યને અષ્ટાપદનાં દર્શન થતાં હતાં.
કઈ દિવ્ય શક્તિધારી મનુષ્યને અષ્ટાપદ તરફ વેગથી આવતા જોઈને એ દેવો વિચારમાં પડ્યા, એ વિચાર કરે તેટલામાં તો એ મુનિ અષ્ટાપદ પાસે આવી પહોંચ્યા. સૂર્યનાં કિરણનું અવલંબન લઈને અષ્ટાપદ ઉપર ચઢી ગયા. એ મુનિ તે તે જમાનાના સુપ્રસિદ્ધ ગૌતમ સ્વામી હતા. અષ્ટાપદનાં ચૈત્યોને જુહારી ચૈત્યવંદન કરતાં તેજ વખતે જગચિંતામણિનું ચૈત્યવંદન રચાયું.
એક ચિત્યવૃક્ષની નીચે ગતમસ્વામી બેઠા એટલે પેલે જ ભગદેવ પિતાના મિત્રો સાથે ગૌતમસ્વામીને વંદન કરીને એમની આગળ બેઠે. બીજા પણ વિદ્યાધરે વગેરે ચૈત્ય જુહારવા આવેલા તે વંદન કરીને ગૌતમસ્વામી આગળ બેઠા. ૌતમસ્વામીએ ધર્મોપદેશ આપે. ઉપદેશમાં કેઈક વાત એ શું ભગદેવને બરાબર ન ઠસવાથી એ બંધ કરવાને માટે પુંડરિક કંડરિક નામનું અધ્યયન કહી સંભળાવી ધર્મમાં સ્થિર કર્યો.
અષ્ટાપદની યાત્રા કરી મૈતમસ્વામી પર્વતની નીચે ઉતરવા લાગ્યા. ત્યાં એક એક પગથીયે પાંચેસો પાંચસે તાપસ