SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૬ ) જ્ય હતું. જ્યાં પ્રભુભક્તિના પાઠા પઢવા જોઈએ, જ્યાં ચેાગીઓએ મુક્તિપુરીમાં ગમન કરવા માટે અનશનના માર્ગ ગ્રહણ કરવા જોઈએ, જ્યાં અપવિત્રતાનુ નામ પણ ન હેાવુ જોઇએ એવી જગાએ આજે અસુરા કિલકિલાટ કરતા તાંડવ નૃત્ય આચરી રહ્યા હતા, અનેક પ્રકારની પાપલીલા એ પવિત્ર ડુંગરપર પ્રગટ કરી રહ્યા હતા. મદ્ય, માંસ, શીકારની લીલા રમી રહ્યા હતા. આ અસુરાની પાપલીલાથી માનવ પ્રાણીને આજે કેટલાંય વર્ષો થયાં સંચાર નહાતા. આ જાલિમે આદિનાથની આગળ તાંડવનૃત્ય આચરતા અનેક આશાતનાએ કરી રહ્યા હતા, આશાતના શુ કે ભક્તિ શું કે વિનય વિવેક શું એ બધુંય માણસાઈ વન આ અસુરો ભૂલી ગયા હતા. તીર્થ નુ રક્ષણ કરવાને નિમાયેલા આજે ભક્ષક બની પેાતાની જે શક્તિ હતી તેનેા એ પાપીએ દુર્વ્યય કરી રહ્યા હતા. એ શત્રુજયના રક્ષક પીયક્ષ પ્રભુના ભક્ત હતા તીર્થને અધિષ્ઠાતા હતા પણ મેાહનીય કર્મના ઉદયથી એની બુદ્ધિ ફ્રી ગઈ. ગાઢ મિથાત્યના ઉદય થયા ને પ્રભુની ભક્તિ કરનારા જ પ્રભુની આગળ અનેક આશાતના કરવા લાગ્યા. લાખ યક્ષને એ સ્વામી, એની શક્તિનું શું પૂછવું. બધાય અસુરો એ તાંડવનૃત્યમાં જોડાયા ને અનેક પાપલીલાએ પર્વત ઉપર રમવા લાગ્યા. અયેાગ્ય ખિભત્સ આચરણ આચરવા લાગ્યા, પેાતાની શક્તિના દુર્વ્યય કરતા એ માંધાને નહિ !ચરવા ચેાગ્ય કશું ન હતું!
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy