________________
વાદળમાં સૂર્ય છુપાએલ હોવાથી સમયની પણ અટકળ કરી શકાતી નહોતી. દિવસ અસ્ત થવાની ભ્રમણએ ભાવડ શેઠ ઊતાવળે પગે ચાલતા ઘેર પહોંચી જવાના વિચારમાં હતા. ઉતાવળે પગે ચાલતાં ચીકાશવાળી જમીન ઉપર પગ પડતાં એમનો પગ સરકી ગયો ને ચત્તાપાટ જમીન ઉપર પાણીવાળા કાદવમાં પડયા, કોથળો ઉછળી થોડેક દૂર પાણીમાં જઈ પડી. અંદરની ચીજે વેરણછેરણ થઈ ગઈ. કંઈક વસ્તુ પાણી સાથે વહી ગઈ કંઈક પાણીમાં ભળી ગઈ કેટલીક કાદવમાં ભળી ગઈ પિતાનાં વસ્ત્ર પણ કાદવથી ખરડાઈ ગયાં, એ જીર્ણ જુની પાઘડી પણ પાણીથી પલળી લેવળી જઈ કાદવના રંગમાં રંગાઈ ગઈ. એક નિમેષ માંત્રમાં આ બધું બની ગયુ. જોકે પડતાંની સાથેજ શેઠ પાછા સ્વસ્થ તો થઈ ગયા, પણ બનેલું છે તે અવશ્ય બની ગયેલું શેઠે જોયું. “વાહ ? શી ભાગ્ય દેવીની કૃપા !” મનમાં ગણગણતાં શેઠે વસ્ત્ર સમા કર્યા, કોથળો સંભાળે, બની ગયેલી ઘટના ફેરવવાને અશક્ત શેઠના હૃદયમાં નિરાશા છવાઈ ગઈ. કારણ કે જીવનને આધાર હતો. એક માત્ર કથળે તે તો આજે હતો નહતે થઈ ગયો
આતુરતાથી રાહ જોતાં શેઠાણીએ દૂરથી શેઠને આવતા જોયાને ચમક્યાં, મનમાં અનેક વિચારનાં મોજાં આવીને પસાર થઈ ગયાં, ને ભાવડ શેઠ ઘેર આવી પહોંચ્યા.