________________
(૨૬૨ )
પિતા કુટુંબ બધું ભેગું થઈ ગયું. એ વિષ ઉતારવા અનેક ઉપાય કર્યા પણ વ્યર્થ ! મારી અજલ પિકારી રહી હતી. મોહઘેલાં મારાં સંબંધીઓ રડવા લાગ્યાં, મને જીવાડવા માટે એક પછી એક પ્રયત્ન ચાલુંજ હતા, પણ જ્યાં મૃત્યુનો ઘંટ વાગી રહ્યો હોય ત્યાં એવા સેંકડે ઉપાયથી પણ શું? એ ભેગ, મેજ મજાહ બધું ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયું.
બધાંય ટગટગ મને જોયા કરતાં હતાં. મારી પ્રાણવલ્લભ કામાંગનાઓ પણ મને મૃત્યુ પામતે દુરથી નિરખી રહી હતી. એ મદિરાના શીશા ભરેલા પડેલા હું ટગટગ જોયા કરતા હતા. એ વૈભવ, ઠકુરાઈ, યુવાની અને યુવતીઓ બધુંયે છોડીને હું જવાનો હતો. આ બધું છોડીને હું ક્યાં જઈશ એની મને ખબર નહોતી. મારા શરીરમાં વિશ્વની અસહ્ય પીડા વ્યાપી રહી હતી. આ બધાને છોડીને શું હું મૃત્યુ પામી જઈશ. મને બહુ દુ:ખ થયું.
ધીક્કાર છે આ સંસારને! ત્યાનત છે આવા દુષ્ટ મેહના વિલાસને ! અરે મેં દુખે ગુરૂની આપેલી પ્રતિજ્ઞા તોડી તેનું મને આ લોકમાં ને અ૮૫ કાળમાં ફળ મળ્યું. હું વારંવાર આપનું નામ સ્મરણ કરવા લાગ્યા, એ દુઃખમાં પણ નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યું. અરે ! આ સંસારમાં મેં સર્વસ્વ ગુમાવ્યું છે. હવે મૃત્યુ સમયે મને આપ ગુરૂનું જ શરણ છે. આ મહાન નવકાર જ મારે