________________
(૧૮૯ ) જવાબમાં આવનારે એક મધુરૂ સ્મિત કર્યું. મહેમાનને ઉચ્ચ આસને બેસાડી એમની આગળ બધાંય બેઠા. “ આપ કઈ વાર ઘેટીએ પધારેલા કે?” સુરચંદશેઠે બોલવું શરૂ કર્યું.
હા ! ” ટુંકમાં જ પતાવ્યું. કયારે ?” જવાબ સાંભળવાને બધા આતુર થયાં. થોડા દિવસ ઉપર.”
પેલા બિચારા, ગરીબ, રંક ચિત્તાને મારનાર તમે જ કે ? વચમાં સુશીલાએ કહ્યું. ચિત્તાનાં વિશેષ સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં.
શું કરું? કઈ કઈ વાર મારાથી એવાં હિંસાનાં કાર્ય પણ થઈ જાય છે.”
હશે! પણ આપની જન્મભૂમિ શું અહીં જ કે?” સુરચંદ શેઠે પૂછ્યું.
ના? પણ પિતાએ મને અહીંની સુબેદારી આપેલી છે.”
આપના પિતાએ ? આપના પિતા કોણ? હાલ ક્યાં છે?”
“મારા પિતા? આ સેમચંદ શેઠ એમના કારભારી છે. શેઠ !” કંઈક સ્મિત કરતાં કહ્યું.