________________
પ્રકરણ ૨૨ મું.
વરમાળ. કિતાબે ઈશ્કની જોતાં, લખ્યાં એ પ્રેમના બંધન યુવાની આવતાં લાગે, અનેરાં પ્રેમના બંધન. હદયને ખેંચનારા એ, પ્રીતિના તાર જુદા છે; જગતને બાંધનારા એ, પ્રીતિના તાર જુદા છે. ”
સુશીલાના મનમાં અત્યારે અનેક વિચારો ઉત્પન્ન થતા હતા, ઘેટીના પાદરે જોયેલા મનુષ્ય તરફ પિતાનું મન આકર્જાયું હતું ને અદશ્ય થયેલે એ મનુષ્ય ફરીને નજરે પડે એ આનંદ જે તે છે. પોતે વણીક મહાજન, ત્યારે એની જ્ઞાતિ કેણ. જેની સાથે જીવન ગુજારવું છે એની નીતિ રીતી ને જાતિ જાણ્યા વગર મેહ પામી જવું એ શું વાસ્તવિક છે. સુશીલાને એવા ઘણય વિચાર આવતા. અત્યારસુધી ધીરજ ધરનારી, ઘણુંજ મર્યાદાથી પુરૂષની સાથે વર્તનારી એના સરખી આર્ય બાળાને જોતાંની સાથે જ પ્રેમમાં પડી જવું એ જરૂર ઉશ્રૃંખલ વૃત્તિ કહેવાય. એવા ઉતાવળથી ભરેલાં પગલાંનું પરિણામ કવચિતજ સારૂ આવે.
સુશીલાને મનમાં ઘણું લાગતું કે એણે પ્રેમ કરવામાં,