________________
(૧૮) ખાલી જતાં, કેઈનાં તીર સ્પેશીને જમીન પર પડતાં હતાં, એ હારજીતથી પ્રેક્ષક–જેનારાઓમાં શોરબકોર થવા લાગ્યો, એ કોલાહલથી નજીકમાં રહેલા બંગલાની ઝરૂખાવાળી બારી ઉઘડી, સુરચંદશેઠ ઝરૂખામાં આવ્યા, આ માનવમેદની જોઈ ફટાફટ પેલાએ નિશાન તાકતા પણ જેવામાં આવ્યા, જેમનાં તીર નિશાનને આબાદ વાગતાં હતાં તેઓ વિજ્યથી ખુશી થતા હતા,–પ્રશંસાથી ફુલાતા હતા. જેમનાં નિશાન ખાલી જતાં હતાં તે નિરાશાથી પ્લાન મુખવાળા જણાતા હતા.
સુરચંદશેઠ ઝરૂખામાં આ દશ્ય જોઈ રહ્યા હતા ત્યાં તો એ કોલાહલ સાંભળી, “શું છે બાપાજી!” કહેતી સુશીલા પણ પિતાની માતા સાથે આવી પહોંચી. એક ચિતે કોણ હારે છે અને કેણ જીતે છે તે જોવામાં બધાને રસ પડવા લાગે, એ દષ્ટિરાગના રસમાં ભાગ પડાવવાને સોમચંદ શેઠ પણ એ દરમીયાન આવી પહોંચ્યા. સુરચંદશેઠ સાથે ગામની નવી જુની વાત કહેતા જેવા લાગ્યા.
બળની પરીક્ષા ઉપર સર્વેને રસાકસી થવા લાગી. દૂર એક વિશાળ વૃક્ષ પસંદ કરવામાં આવ્યું –એના થડીયાને તીર મારીને વીંધવું એવું નક્કી થયું ને એક પછી એક ધનુર્ધારીઓના બાણની ફટાફટી બોલવા લાગી. કેટલાક તીર તે ત્યાં સુધી પહોંચતાજ નહી. કેટલાકનાં તે