________________
(૧૪૨) પરણીશ તારી માફક મારે ઓછાં કાંઈ કુંવારા રહેવું છે? મારે કાંઈ સાધ્વીજી નથી થવું સમજ્યાં.”
સારૂ ? તમે બધાં અહીંથી જાઓ છો કે નહી, તમારી વાતોથી હું તે કંટાળી,” સુશિલાએ કંટાળતા કંટાળતા કહ્યું.
અમે જઈએ શું કરવા? એક વાતને ખુલાસો કરો
પછી?”
“શું ખુલાસે ? “તમારે સાધ્વી થવું છે?”
હા ?...........
“સત્ય કહે છે? મા બાપની રજા વગર કેણ દીક્ષા આપશે.”
સત્ય? રજા નહી આપે તે ગમે તેમ કરી દીક્ષા લઈશ. છાની રીતે લઈશ.”
સાધુઓ એવી ચોરીનું કામ કરશે. તે સાધુપણું ક્યાં રહ્યું.”
ચેરી શાની વળી, દીક્ષા આપવાનો તો તેમને ધંધે છે.”
મારે ગળે હાથ મુકે! તો શું નસાડી ભગાડી ચોરીથી દીક્ષા આપવાને એકજ ધંધો કરવા તેઓ સાધુ થયા છે.”