________________
( ૯ ) આનંદ ઉત્પન્ન કરતા, એ અપૂર્વ ઠાઠમાઠથી, દર્શનીય ગ્ય જેવાથી કે હર્ષ ઘેલા થઈ ગયા, બધુંય વાતાવરણ હર્ષનાદથી ગાજી ઉઠયું. “વાહ! શે દબદબા ભર્યો દેખાવ!”
એ પ્રવેશદ્વારમાં શુભ મુહુર્તે પ્રવેશ કર્યો ને ભાવડશાહની સ્વારી શહેરમાં ચાલી શહેરની અપૂર્વ રચના નિહાળતા, ધીરેધીરે આગળ વધી. લોકોના ટોળેટેળાં જેવાને ગાંડાઘેલા થઈ રહ્યાં હતાં. સ્ત્રીઓએ સૌરાષ્ટ્રની સુંદર સુંદરીઓ પોતપોતાની અટારીએામાં આવી ઉભી હતી કેટલાક રાજમાર્ગમાં ઉભા ઉભા સ્વારી નિહાળી રહ્યા હતા. ઘરધણીઓએ તો પિતાના ઘરના મોખરે બેઠક જમાવી હતી. કેટલાક રસીયા તે સ્વારી જવાય તેટલા માટે ઝાડ ઉપર કે છાપરા ઉપર ચડીને તેમણે બેઠક જમાવી હતી. અસંખ્ય આતુર નયનાએ પોતાના નવા માલેક ભાવડશાહને જેવાને તલસી રહ્યાં હતાં.
બાજીગરની મેરિલીન જેવા કર્ણપ્રિય શબ્દથી સુંદર વાજીંત્રો મધુરતા રેલાવી રહ્યાં હતાં. બંદીજન નેકી પોકારી રહ્યા હતાં, ભાટ, ચારણે, ભાવડશાહનાં યશોગાન ગાઈ રહ્યા હતા. સૈનિકોની ઘોડેસ્વાર ટુકડી ખુલી તલવારેઅશ્વોને નચાવતી મોખરે સાચવી રહી હતી તે પછી નાના મોટા અમલદારે કઈ ઘોડા ઉપર તે કઈ પાલખી ઉપર આરૂઢ થયેલા હતા, શહેરના ધનાઢ્ય ગણાતા પુરૂષે પણ પાલખીમાં લેવાતા હતા.