________________
૧૦
જૈન સમાજ આવા સાહિત્યને આદરથી વધાવી લે એ શુભ હેતુ લક્ષ્યમાં રાખી ઐતિહાસિક સત્ય જાળવી રાખવા બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે.
જૈન સસ્તી વાંચનમાળા તરી આ. ૪૧ મું. ઇતિહાસિક પુસ્તક પ્રગટ થયું છે તે ધણુ* ખુશી થવા જેવુ છે. દશ વર્ષમાં જૈન સસ્તી વાંચનમાળાએ જૈન સમાજમાં ઐતિહાસિક નવીન સાહિત્ય અર્પી ધાર્મિક અને નૈતિક તત્વને સારૂ પાષણ આપ્યું છે. સમાજ તેને પ્રોત્સાહન આપે તેમ ઇચ્છું છું.
અનેક પુસ્તકાના આધાર લઇને આ નવલકથા તૈયાર કરેલી છે. ત્યાગને માટે વજ્રસ્વામીનું ચારિત્ર વાંચકના હૃદયમાં અદ્ભૂત આત્મબળ પ્રેરી શકે તેમ છે. જાવડશાહનું ચારિત્ર પણ મનન કરવા જેવું છે. આજે તે નથી વજ્રસ્વામી કે નથી જાવડશાહ બલ્કે એમની હયાતીની ખાતરી આપતા, તેમજ અનેક શત્રુઓના પ્રહાર ઝીલવા છતાં વિજયવ'ત એવા શત્રુંજય આપણી સમક્ષ ગારવપણે ઉભે છે. તે ભવિષ્યમાં પણ ભવિષ્યની પ્રજા એનાં દર્શન કરી પાવન થશે. એ તારણહાર શત્રુંજય માટે વિશેષ કહેવાથી શું · એનેા આશ્રય લેનારા અનેક જીવા સિદ્ધિપદને વર્યાં છે.
લેખક મણીલાલ ન્યાલચંદ શાહ.