________________
*******************************************************
************************************kakakakakakakakakakakakak
નવી આવૃત્તિ અંગે સંસ્થાનું પૂરક નિવેદન
૧૭-૧૮ જેવી નાની ઉંમરમાં આવા બૃહદ્રંથનું સુવિસ્તૃત અને રોચક ચિત્રો સાથેનું ભાષાંતર કરવાનું જે સાહસ મુનિજીએ કર્યું તેની ભૂમિકા શું હતી તે અહીં રજૂ કરી છે
*
જૈનસમાજમાં સંગ્રહણી નામના અતિ વિખ્યાત ગ્રન્થની રચના બારમી સદીના મહાન આચાર્ય ભગવંત શ્રીમદ્ ચંદ્રસૂરિજીએ, જે સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થો સંસારીઓ આગમશાસ્ત્રોનું અધ્યયન ન કરી શકે અથવા તીવ્ર બુદ્ધિ ન હોવાને લીધે સંક્ષિપ્ત રીતે જૈન તત્ત્વજ્ઞાન અને વિરાટ વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એક જ ગ્રન્થથી સારા પ્રમાણમાં કરી શકે, તેમજ અનેકાનેક વિષયોની માહિતી પ્રાપ્ત થાય, એવી ઉપકારક બુદ્ધિથી આગમમાંથી ઉપયોગી વિષયોને પસંદ કરીને, પ્રાકૃતભાષાની નવી ગાથાઓ બનાવીને આ ગ્રન્થની રચના કરી છે. આ ગ્રન્થ જૈનસંઘમાં એટલો પ્રિય થઇ ચૂકયો હતો કે તેનું અધ્યયન સેંકડો વરસોથી હજારો
વ્યક્તિ કરતી આવી છે. એ જ કારણે તેની પ્રતો સારી સંખ્યામાં જૈન જ્ઞાનભંડારોમાં મળી આવે છે, અને તેની સચિત્ર પ્રતો ચૌદમી સદીથી માંડીને વીસમી સદી સુધીની સારી સંખ્યામાં પ્રાપ્ત થાય છે.
વિશિષ્ટ પ્રકારની એટલે કે ભારતીય અને ઇરાનીકલાના મિશ્રણથી નવો જન્મ પામેલી ચિત્રકલા વડે રચિત ચિત્રોવાળો મૂર્ધન્ય ગ્રંથ જૈનસમાજમાં પ્રથમ કલ્પસૂત્ર છે. તેની સુવર્ણાક્ષરી, રૌપ્યાક્ષરી બહુમૂલ્ય કૃતિઓ જૈન ભંડારોમાં સારી સંખ્યામાં વિદ્યમાન છે. આવી જ સચિત્ર પ્રતો મોટા, મહત્ત્વના જૈનભંડારોમાં બીજા ક્રમે આવતી હોય તો તે સંગ્રહણીની છે, પણ તેમાં રૂપકામનાં ચિત્રો બહુ ઓછાં હોય છે પણ બીજાં વિષયોનાં ઘણાં હોય છે. આ આકૃતિઓના અણજાણ અજૈન લેખકો મંત્ર, તંત્ર સમજે છે જે ખોટું છે. મોટાભાગની પ્રતિઓ મધ્યમકક્ષાના આર્ટની હોય છે. સોનાના, ચાંદીના વરખ શાહીથી અલંકૃત કેટલાંક ચિત્રોવાળી આકર્ષક પ્રતિ અમારા પુસ્તક સંગ્રહમાં છે.
આ સંગ્રહણીની ભંડારોમાં માત્ર સંક્ષિપ્ત શબ્દાર્થવાળી પ્રતો (ટબા) થોડી ઘણી પ્રાપ્ય છે. પરંતુ વિસ્તૃત ભાષાંતરવાળી એક પણ પ્રત મળેલ નથી. આ યુગના છેલ્લાં ૧૦૦ વરસમાં વિસ્તૃત ભાષાંતરવાળું એક પણ પુસ્તક છપાયું ન હતું તેથી મુનિજીને ખૂબ જ દુ:ખ થયું અને સ્વપરના લાભાર્થે એક મહાન ગ્રન્થના અનુવાદનું ભગીરથ કાર્ય કરવાનો મહાન નિર્ણય કર્યો. ગુરુ આદેશ લઇને અનુવાદ કર્યો. આ અનુવાદ કયારે કર્યો? તે સમયે તેમની કેટલી ઉંમર હતી? કયારે છપાયો? આ બધી ઘટના રોમહર્ષક અને પ્રેરક છે તેથી તેની ઝલક જોઇએ, જેથી ૧૬-૧૭ વરસની ઉંમરમાં તેમને કરેલા એક અકલ્પનીય સાહસનો પરિચય થશે, તેની અનુમોદના થશે અને યુવાન વાચકોને ખાસ પ્રેરણા મળશે.
666666 [૬૮] ******
**********
**************************