________________
*法****必选法选出出出出出迷※※※※※※※※※※※※法
આત્મા–આત્મા એક શાશ્વત-સનાતન દ્રવ્ય છે. તે અસંખ્ય પ્રદેશ (-પરમાણુઓ) થી ૯ િયુક્ત છે. તે જડ નથી પણ ચૈતન્યમય છે. સંપૂર્ણ જ્ઞાનમય છે પણ અનાદિકાળથી કર્મને પરાધીન રે 2 હોવાથી તેજસ અને કાર્પણ આ બે જાતના શરીરથી યુક્ત છે, એટલે આત્માનો મૂળભૂત સ્વભાવ : તે શુદ્ધ, અશરીરી, નિર્મળ અને સંપૂર્ણ રીતે જ્ઞાનમય-ચૈતન્યમય છે પણ એ જ્ઞાનના પ્રકાશ ઉપર મિથ્યા બુદ્ધિ, અજ્ઞાન, અસંયમ, કષાયભાવો, પ્રમાદ, મોહ, માયા, મમતા વગેરે દૂષણો અને આ
પ્રદૂષણને કારણે પ્રથમ તો આત્મામાં રહેલા જ્ઞાનના મહાન જ્ઞાનપ્રકાશ ઉપર અનેક હિમાલયો . 2 જેવડાં આવરણો ચઢી જવાથી તેનો જ્ઞાનપ્રકાશ ઢંકાઇ જાય છે. શરીરધારી હોવાથી તેની સ્વાભાવિક શક્તિઓ અને સ્વાતંત્ર્ય વગેરે ખતમ થઈ ગયું છે.
આ આત્મા અખંડ દ્રવ્ય છે. કોઈ પૂછે કે આત્મા કેવડો છે? તો આપણી એક આંગળીની એક પહોળાઈના અસંખ્યાતમા ભાગ જેટલો છે. પોતે કરેલા પુણ્ય-પાપના કર્મબંધના કારણે તે તે
ગતિની યોનિમાં સરકતો રહીને વિવિધ શરીરો દ્વારા ભિન્ન ભિન્ન આકૃતિવાળો થતો રહે છે. આ : સર્વજ્ઞ સિવાય આત્માને કોઈ જોઈ શકતું નથી. પરંતુ એના ચેતન્ય કે એની ક્રિયાઓથી એનું ૬ 3 અસ્તિત્વ છે એવો પ્રાયઃ સહુને અનુભવ થાય છે. નાસ્તિકો ભલે આત્માને ન માને પણ તે છે કે ગુડ ને છે જ. આત્માની ટૂંકમાં ઓળખાણ કર્યા પછી કર્મની વાત ટૂંકમાં સમજીએ.
કર્મકર્મનો અર્થ અહીંયા ઉદ્યમ, પુરુષાર્થ કે ક્રિયા નથી કરવાનો. કર્મ એ પણ એક રેક 2. પુદ્ગલ દ્રવ્ય છે. આ કર્મોના પ્રકારો અસંખ્ય હોય છે, પરંતુ તેનું વર્ગીકરણ કરીને ફક્ત આઠ તે પ્રકારનાં કર્મ નક્કી કર્યા છે. એનું વર્ણન સંગ્રહણીમાં પાછળના ભાગમાં નમૂના રૂપે આપ્યું છે. R. આ કર્મ એક પ્રકારના સૂક્ષ્મ પુલ પરમાણુઓ રૂપે છે. વિશિષ્ટ જ્ઞાની સિવાય એ પુદ્ગલને ૬ 5 કોઇ જોઇ શકતું નથી. આ કર્મના અણુ-પરમાણુઓ કે એના જથ્થાઓ-સ્કંધો ચદરાજલોકરૂપ - આકાશમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભર્યા છે. વિશ્વમાં રહેલા આ પરમાણુઓમાં સુખ દુઃખ ; ક આપવાની સ્વયં શક્તિ નથી, પરન્તુ કોઇપણ જીવ સારા-નરસા વિચારો કરતો રહ્યો હોય તે તે આ વખતે શરીરની અંદર રહેલો આત્મા અદશ્ય રીતે આજુબાજુમાં વર્તતા પુગલ પરમાણુઓને રે; ને આકર્ષે છે–ખેચે છે, અને આત્માના પ્રદેશોની સાથે તેનું જોડાણ થાય છે. એ જોડાણની સાથે તે સાથે એ કર્મ પરમાણુઓમાં સુખ-દુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને બંધાએલાં કર્મો તે તે કાળે ઉદયમાં આવે ત્યારે જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવે છે.
પરલોક–જેનો પરલોકને પણ માને છે. મનુષ્યની દૃષ્ટિએ પરલોક એટલે બીજું સ્થાન, 2 એટલે કે દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ એ ત્રણે ગતિઓ. સાપેક્ષ દૃષ્ટિએ મનુષ્ય અને તિર્યંચ
એને પણ પરલોક કહી શકાય. કેટલાક દર્શનકારો આત્માને માનતા નથી, કર્મને માનતા નથી અને ૨ કોક પરલોકને પણ માનતા નથી. પણ ભારતીય જૈન, વૈદિક અને બદ્ધ ત્રણેય ધર્મો પરલોકને માને
છે. પરલોક છે છે અને છે જ. એક ગતિમાંથી બીજી ગતિમાં જો જવાનું ન હોય તો સારાં25 નરસાં કર્મોનો ભોગવટો મર્યા પછી કયાં જઈને કરે? છેલ્લાં ઘણાં વરસોથી જાતિસ્મરણ એટલે કે
ગયા જન્મની ઘટનાઓના સેંકડો દાખલાઓ અખબારોમાં છપાતા રહ્યા છે એ જ પરલોકની ટક - સાબિતી આપે છે. એક જન્મ છોડી બીજો એવો જ જન્મ લેવો તેને પણ પરલોક કહેવાય.