________________
*********************************
******************************* બરાબર તેની સામી દિશામાં રહેલા આફ્રિકા ખંડમાં ખાડાવાળો છે એટલે એ સૂચવે છે કે આફ્રિકાની ધરતી ભારતથી ખસીને ગયેલી છે. વૈજ્ઞાનિકો કહે છે કે દરેક દેશો રોજેરોજ જરા જરા સરકી રહ્યાં છે તે રીતે આફ્રિકા પણ ભારત સાથેના જોડાણથી ગમે તે કારણે ધરતીને ધક્કો લાગવાથી ભારતથી આફ્રિકાનો વિભાગ જુદો થઇ ગયો છે.
વાચકોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ
વૈજ્ઞાનિકો હંમેશા મોટાભાગે વૈજ્ઞાનિક સાધનોથી–અનુમાનોથી ઘણા નિર્ણયો લે છે અને લોકોને જણાવે છે. જો કે બધા ખંડો ભેગાં હતા તે વાત તો આપણને મનગમતી છે. એના ફોટા નેશનલ જ્યોગ્રોફી' વગેરે પત્રોમાં અને બીજે પ્રગટ થએલા છે.
હું ભૂલતો ન હોઉં અને મારી સ્મૃતિ બરાબર હોય તો આજથી ૫૦ વર્ષ ઉપર જૈનસંઘમાં એક એવી હવા ફેલાઇ હતી કે વૈજ્ઞાનિકોએ વર્તમાન પેઢીની શાસ્ત્ર ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય એટલા માટે તેઓએ પૃથ્વીને આકાશમાં પોતાની ધરી ઉપર ગોળ ફરતી અને સૂર્ય-ચન્દ્રને સ્થિર કહ્યાં છે. વૈજ્ઞાનિકો ખ્રિસ્તી હોવાથી બીજાના ધર્મની માન્યતાને જુદી પાડવા અને શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા ડગમગી જાય માટે ખોટું પ્રચારવામાં આવે છે. મારી સમજ મુજબ આ માન્યતાને વહેતી મૂકવામાં અને પ્રચારવામાં મુખ્ય ફાળો આપણા એક ધર્મશ્રદ્ધાળુ પંડિતજીનો હતો. પંડિતજી કહેતા કે ક્રિશ્ચિયન લોકોનું, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, અને આપણાં શાસ્ત્રો સામે એક ભયંકર કાવતરૂં છે. પંડિતજીએ ફેલાવેલી આ વાત બીલકુલ ગલત હતી. પૃથ્વી ગોળ છે એ એની ધરી ઉપર ફરે છે અને સૂર્ય-ચન્દ્ર સ્થિર છે એ માન્યતા તો (પ્રાયઃ) ઇ.સ.ની પાંચમી સદીમાં થએલા ખગોળશાસ્ત્રના પ્રથમ પંકિતના વૈજ્ઞાનિક ગણાતા એવા આર્યભટ્ટે એમના રચેલા ગ્રન્થમાં લખી છે. આર્યભટ્ટની પરંપરામાં એમની માન્યતાને વરેલા જેટલા શિષ્યો થયા તેઓએ આ માન્યતાને ખૂબ પ્રચારી હતી. કેટલાંક વરસો ગયા બાદ આર્યભટ્ટનું ખંડન કરનારો વર્ગ પણ આ દેશમાં જ ઊભો થયો. તેમને આર્યભટ્ટની માન્યતાઓનું બરાબર ખંડન કર્યું. સહુ એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે પૃથ્વી ગોળ છે અને ફરે છે એ માન્યતા પશ્ચિમની જ છે એવું નથી પણ ખરી રીતે ભારતની જ પુરાણી માન્યતા છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેયની શાસ્ત્ર માન્યતા વિરુદ્ધ માન્યતા ધરાવનાર વ્યક્તિ આપણા દેશની જ વ્યક્તિ હતી. પશ્ચિમની માન્યતા તો સેંકડો વરસ બાદ પંદરમી શતાબ્દીમાં ગેલેલીઓએ જાહેર કરી હતી. અરે! ખુદ એમના મહાન ધર્મગ્રન્થ બાઇબલમાં પણ આપણી જ માન્યતા લખી છે અને આથી ખ્રિસ્તી વિજ્ઞાનીઓ પોતાનું જ ધર્મશાસ્ત્ર ખોટું પડશે તે શું તેઓ નહોતા સમજતા? પણ આ તો એક શોધની બાબત હતી. માત્ર જૈનો જ નહિ પણ વૈદિક અને બૌદ્ધો પણ પૃથ્વીને સ્થિર અને સૂર્ય-ચન્દ્રને ચર માને છે, એ ખાસ ધ્યાનમાં રાખવું ઘટે.
આ સંગ્રહણીમાં પરિશિષ્ટરૂપે ત્રણેય ધર્મની અને વૈજ્ઞાનિકોની માન્યતાનું તૈયાર કરેલું વિસ્તૃત ચર્ચા કરતું લખાણ આપવું હતું, પરંતુ ગ્રન્થનું કદ વધતું જતું હોવાથી બંધ રાખ્યું છે. સમય યારી આપશે તો ભૂગોળ ખગોળ ઉપર તટસ્થ રીતે, તાર્કિક એક લેખમાળા લખવાનું મન છે, તે વખતે તેમાં શેષ રહેલી વિગતો રજૂ કરીશ.
*********** [4] **********
*******************************************************