________________
તેમ નથી. તેમના ઉપકારો ગંગા-જલનાં બિન્દુઓ કરતાં પણ અધિક છે. ૧૧૨ ઉપનિષદો જેમ વેદના એક ભાગ રૂપ છે, તેમ શ્રીયશોવિજયજીની નય-નિગમથી અગમ્ય અને ગંભીર સ્યાદ્વાદવચન-સિદ્ધાન્તોની રચના એ આગમ (૪૫)ના જ એક વિભાગ રૂપે છે અને તે અતિ કઠિન છે. આનો લાભ કોઈ ધીર પુરૂષ જ ઉઠાવી શકે તેમ છે. (૧-૨)
જેમની શાસ્ત્ર-રચના રૂપી ચંદ્રિકા શીતલ, પરમાનંદને આપનારી, પવિત્ર, વિમળ-સ્વરૂપ અને સાચી છે, અને તેથી રસિકજનો તેનું હોંશે હોંશે સેવન-પાન કરે છે. (૩)
શ્રી હરિભદ્રસૂરિના આ લઘુ બાંધવ એટલે કલિયુગમાં ‘બીજા હિરભદ્ર' થયા. આ પ્રમાણે મેં સ્તવેલા તેમના પ્રગટ અને યથાર્થ ગુણોને સાંભળીને કોઈ પણ કવિઓ કે પંડિતો રોષ કરશો નહિ. (૪)
સંવત ૧૭૪૩ માં આ પાઠક-ઉપાધ્યાય ડભોઈ નગરમાં ચોમાસું રહ્યા હતા અને તે ગામમાં તેઓશ્રી અનશનતપ કરી, પાપોને ધોઈ, સુર-પદવીને અનુસર્યા; અર્થાત્ સ્વર્ગવાસી થયા. (૫)
ત્યાં (અગ્નિ-સંસ્કારના સ્થળે) તેમનો તેજોમય સમાધિ સ્તૂપ વર્તે છે અને તેની પડખે જ ‘શીત’ નામની તલાવડી છે અને તે સ્તૂપમાંથી ‘ન્યાયની ધ્વનિ' નિજ-સ્વર્ગવાસના દિવસે પ્રગટ રીતે પ્રકટે છે. (૬)
(કર્તા પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરતાં છેવટે કહે છે કે) આ ગુરુદેવ સંવેગી—શ્રમણોના શિરોમણિ, જ્ઞાનરૂપી રત્નના સાગર, અને અન્ય મત રૂપી અંધકારનો નાશ કરવામાં બાલ સૂર્ય જેવા છે. (૭)
શ્રી ગુજરાત-પાટણના શ્રી સંઘના અતિ આગ્રહથી સુજસ (શ્રીયશોવિજયજી) ના સુવિશેષ ગુણોવડે કરીને શોભતી આ સુજસવેલી લખી-રચી છે. (૮)
(કર્તા) શ્રી કાંતિવિજય કહે છે કે ઉત્તમ પુરુષોના ઉત્તમ ગુણોને પ્રગટ કરતાં મેં મારી જીભને પવિત્ર કરી છે, આ યશ-વેલડીને સાંભળતા સાંભળનારના દિવસો ધન્ય થાય છે. (૯) ॥ इति श्रीमन्त्रहोपाध्याय श्रीयशोविजयगणि-परिचये सुजसवेलिनामा ।।
22 [૮૧૪ ] Q