________________
પાનાચંદ – હાસ્તો, એને કંઈ શીંગડું કે પૂછડું નથી હોતું. એ તો એક બીજાના પરિચય,
વર્તન, વાણી ને વિવેકમાં જ જણાઈ આવે છે. સગુણ અને સંસ્કાર, એ માંગ્યા કદી મળતા નથી
ઊતરી ચૂક્યાં જે નીર, તે મોભે કદી ચઢતા નથી. કાન્તિ :– આપ સર્વે મુરબ્બીઓ, મને જે માન આપી રહ્યા છો. તે આપની મહાનતા
છે. બાકી મારાથી શું બની શક્યું છે? છેવિમલ :– એમ નહીં, શેઠ આજે બાર બાર દિવસથી તમે અમારી સાથે સાથે શું નથી )
કરી રહ્યા? પોતાનું દરેક કામકાજ એક તરફ મૂકી, દરરોજ અમારા જ કાર્યમાં is
એક ચિત્તથી લાગી રહ્યા છો, એ શું ઓછી પરમાર્થની ધગશ છે? પાનાચંદ – ખરેખર (૨) તમારા જેવા સન્મ અને સુશીલ નાગરિકો એ દેશનું અમૂલ્ય
ધન છે. ચાં. મહેતા – પાટણના મહાજનનો પ્રેમભાવ, તારી અમારા પ્રત્યેની પૂજ્ય લાગણી, તથા
સારામાં સારી સરભરા, આ બધું અમે આજીવન તો ભૂલી શકીએ તેમ નથી. સોભાગ :– ભાઈ, હવે અમોએ અહીંથી ધોળકા-ધંધુકા તરફ જવાનો નિર્ણય કર્યો છે, પાનાચંદ :– હાજતો, કેમકે હવે દિવસો નજીક પહોચે છે, અને હજુ પાંચ મહિનાની
જવાબદારી આપણે શિરે છે, એટલે હવે એક એક દિવસ કિંમતી છે, સમય
નક્કામો ખોવો એ ઠીક નહીં. સોભાગ :– વળી પાટણના મહાજન તરફથી, ત્રણ માસની ટીપ ભરાઈ ગઈ એ કંઈ નાની
સૂની વાત નથી. માટે શેઠ હવે તો ખુશી થઈ રજા આપો. કાન્તિ :- આપ મહાજનોની એમ જ મરજી છે તો ભલે, આવતી કાલે સવારે અહીંથી
વિદાયગીરી આપીશું, પણ બંબ બારોટ અહીં રહે તો શું વાંધો છે? ચાં. મહેતા – વાંધો કેમ નહીં ભાઈ? ગામે ગામ પ્રથમ મહાજન ભેગું કરી પાંચ પચ્ચીસ
માણસોમાં વાતચીત કેમ શરૂ કરવી એ કામ તો એમનું, અમે તો પછી is
સમજાવીએ, શરમાવીએ અને કામકાજ કરી શકીએ. પાનાચંદ : – અને એટલા માટે જ તમારા પર ભલામણ પત્ર લખી, એમને અહીં પ્રથમ
મોકલ્યા હતા, પણ અહીંથી તો સાથે જ નીકળવાની એમની તેમજ અમારી
ઇચ્છા છે. કાન્તિ :- ભલે, જેવી આપની મરજી, અરે મહેતાજી? મહેતા – (આવે છે) જી. કાન્તિ – જમવાની કેટલી વાર છે?