SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ આદિવચન) જૈનધર્મમાં છેલ્લાં પાંચસો વરસથી કલ્પસૂત્ર નામનું જૈન આગમ સૂત્ર કાગળ ઉપર લગભગ 3 કાળી સ્યાહીથી લખાવવાની પ્રથા જોવા મલી છે. જેને સંઘમાં આ સૂત્ર અત્યન્ત શ્રદ્ધેય, પૂજનીય, . છે. બહુમાન્ય શાસ્ત્ર છે. ચૌદમી શતાબ્દી પહેલાનું લખેલ સોનેરી કલ્પસૂત્ર કદાચ કયાંક વિદ્યમાન હશે i છે પણ મારા જોવા-જાણવામાં આવ્યું નથી, એટલે એ પહેલાં સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર લખાવવાની પ્રથા છે ન હતી કે કેમ? અથવા લખાયાં હશે કે કેમ? એ માટે ચોક્કસ કાંઈ કહી શકાય નહીં, એના કારણો ) છે. શું હશે તેની ચર્ચા કરવી અહીં અસ્થાને છે. અમારા સંગ્રહમાં અન્યત્ર સોળમી શતાબ્દીમાં કાળી કે લાલ સ્યાહીથી લખાયેલા કલ્પસૂત્ર છે તો છે જ, તે ઉપરાંત કોઈ કોઈ જ્ઞાનભંડારોમાં પણ સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ વિદ્યમાન છે. તે ૫00 વરસના ગાળામાં આવા કામના રસિયા ઉત્સાહી આચાર્યોએ કલ્પસૂત્ર પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને તેના પ્રત્યેના ઉત્કૃષ્ટ આદરને કારણે સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર લખાવવાની પણ પ્રથા હતી. કે તેથી સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવતા હતા. કે મને પોતાને પણ મારી પોતાની સૂઝસમજ અને રસ પ્રમાણે એકાદ સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર ' લખાવવાનો ઘણા વખતથી મનોરથ ભાવ બેઠો હતો, એટલે વિ. સં. ૨૦૧૦ માં અમદાવાદમાં દશા પોરવાડ સોસાયટીમાં જ્યારે રહેતો હતો ત્યારે જાણીતા કુશળ લહીયા ભાઈ શ્રી ચીમનભાઈ પાસે પીળી સ્યાહીથી લંડનથી ખાસ મંગાવેલા હેન્ડમેડ પેપર-કાગળ ઉપંર પ્રથમ એ પ્રતનું મૂળ છે છે. લખાણ લખાવી, પછી સોનું ચઢાવવા માટે એ પ્રતને જયપુર મોકલી, ત્યાં મારા જાણીતા કલાકારોએ | આખી પ્રતિના તમામ અક્ષરો ઉપર વરખના પાનાનું બનાવેલું સોનું ચઢાવી દીધું અને આખી પ્રતિને સુવર્ણાક્ષરી બનાવી દીધી. અત્યારે સોનાનાં વરખની સ્યાહીથી પ્રત કરાવવા જઈએ તો સોનાની છે. મોંઘવારી જોતાં ખૂબ મોટો એટલે લાખો રૂ. નો ખર્ચ કરવો પડે. સ્યાહી સોનાના વરખ ઉપરથી \ Sથાય છે. વરખ અત્યન્ત મોંઘા બન્યાં છે, એટલે એનો પાવડર મોધો જ પડે. અત્યારે લાખોનો ખર્ચ થાય. આવું અતિ ખરચાળ કામ ભાગ્યેજ કોઈ કરાવે એટલે મને એમ થયું કે આજના યાંત્રિક છે. સાધનો અને પ્રોસેસ પદ્ધતિથી પ્રિન્ટીંગ પદ્ધતિએ લખાણ સુવર્ણાક્ષરી લાગે તેવું જો થઈ શકતું હોય એ તો ભારતના જૈનાચાર્યો-સાધુઓ વગેરે તેમજ જૈન સંઘને સુવર્ણાક્ષરી પ્રતિનો લાભ મળે અને જરૂર પડે પોતાના ઘરમાં દર્શન પૂજન માટે પણ રાખી શકે એટલે મુંબઈમાં નેહજ પ્રેસના માલિક ભાઈશ્રી , છે. જયેશભાઈને આ કામ પ્રોસેસ-વેજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતું હોય તો તે રીતે તૈયાર કરવાની પ્રેરણા કે ' કરી. અને તેમને મહેનત લઈને જે પ્રત તૈયાર કરી તે અહીંયા મુદ્રિત કરી છે. છે જેના ઉપરથી આ સુવર્ણાક્ષરી પ્રતિ કરવાની અનુકૂળતા પ્રાપ્ત થઈ તે પ્રતિ મેં આજથી ચુમ્માલીસ વર્ષ પહેલાં અમદાવાદ અને જયપુરમાં કેવી રીતે કરાવી, કોની પાસે કરાવી અને એના હૈડમેડ (હાથ બનાવટનાં) કાગળો કયાંથી મેળવ્યા વગેરે બાબતોનો ખ્યાલ સમગ્ર ઇતિહાસ આ વિષયના રસિયાઓને અને કામ કરનારને રસ પડે એટલે જાણીને વિસ્તારથી અહીં રજૂ કર્યો છે. જે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy