________________
આકર્ષાઈને દેવદેવીઓ ઉપાસકોને અનેક રીતે સહાય કરે છે. આ દેવ-દેવીઓ પણ બે પ્રકારે હોય છે. એક સમ્યગ્દષ્ટ અને બીજા મિથ્યાર્દષ્ટિ. સામાન્ય રીતે સાધક સમ્યક્દષ્ટિવાળો હોય તો તેને સમ્યષ્ટિ દેવ-દેવીઓ અને સાધક મિથ્યાત્વી હોય તો મિથ્યાર્દષ્ટિ દેવ-દેવીઓ સહાય કરે છે.
આ દેવ-દેવીઓ હજારો-લાખો વરસના આયુષ્યવાળા હોય છે અને સંપત્તિ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિની બાબતમાં તેઓ સંસારમાં સર્વશ્રેષ્ઠ હોવાથી દેવ” તરીકે ઓળખાતી એવી ઈશ્વરીઈશ્વરસ્વરૂપ વ્યક્તિઓની ભક્તિ-ઉપાસના જેમ આત્મકલ્યાણને, ઈષ્ટકાર્યને અને મનોરથોને પૂર્ણ કરે છે, તે રીતે આ સંસારી દેવોની ઉપાસના પણ વિશિષ્ટ શક્તિના કારણે જીવોની પોતપોતાની જેવી સાધના, જેવી પુન્યાઈ તેને અનુલક્ષીને યથાશક્તિ બાહ્ય-આત્યંતર બન્ને પ્રકારે ઈષ્ટસિદ્ધિ કરી આપવામાં સહાયક બને છે.
રા દેવ-દેવીઓનાં શરીર માટે એક વિશિષ્ટ બાબત એ છે કે તેઓનાં શરીરો આપણાં જેવા નથી હોતાં પણ આપણાથી તદ્દન ભિન્ન પ્રકારે હોય છે. અલબત્ત દેખાવમાં આપણાં જેવા છતાં ભિન્ન-વૈક્રિય પ્રકારના પુદ્ગલ પરમાણુઓનાં બનેલાં હોય છે.
સંસારી જીવો પાંચ પ્રકારના શરીરો ધરાવે છે :
અંતિમ કક્ષાનું જ્ઞાન ધરાવનાર ત્રિકાળજ્ઞાની ભગવાન શ્રી મહાવીરે જ્ઞાનચક્ષુથી દૃશ્ય-અદૃશ્ય એવા આ વિરાટ વિશ્વને જોતાં ચૈતન્ય-અચૈતન્ય સ્વરૂપ જે સૃષ્ટિ જોઈ, એ સમગ્ર સૃષ્ટિમાં જીવો પાંચ પ્રકારનાં શરીરોમાં વહેંચાયેલાં જોયા. એ પાંચ શરીરનાં નામો અનુક્રમે (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્યણ છે. મનુષ્યો, પશુપંખી, સૂક્ષ્મ જીવજંતુ વગેરે તિર્યંચોને ઔદારિક શરીર હોય છે. વિરાટ વિશ્વમાં અર્દશ્યરૂપે ખીચોખીચ રહેલાં ઔદારિક નામના પરમાણુઓથી તે શરીરો બનેલાં હોય છે. દેવ અને દેવીઓને વૈક્રિય શરીર હોય છે. ઔદારિકથી ભિન્ન વિરાટ વિશ્વમાં વૈક્રિય પ્રકારના પુદ્ગલ પરમાણુઓથી તે શરીરો તૈયાર થાય છે. બાકીનાં ત્રણેય શરીરો પણ તે તે શરીર બનવાને યોગ્ય એવા વિશ્વમાં વર્તતા પુદ્ગલોથી બને છે.
વૈક્રિય શરીર શું છે તે અને તેનો પ્રભાવ :
ઔદારિક શરીરો ન્યૂનાધિકપણે સાત ધાતુઓ-પદાર્થો એટલે કે રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને વીર્યથી બનેલાં હોય છે. જ્યારે દેવોના શરીરમાં સાત ધાતુમાંથી એકેય ધાતુ હોતી નથી. લોહી, માંસ, હાડકાં વગેરે કોઈ પદાર્થો હોતા નથી. છતાં વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલો શરીરના તે તે સ્થાનમાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે. તે જોવામાં આકૃતિથી માનવ જેવા હોવા છતાં મનુષ્યના શરીરથી અસાધારણ મજબૂત, તેજસ્વી, પ્રકાશમાન અને અતિ સુંદર હોય છે. વૈક્રિય શરીરની વાત તાચકોને નવાઈ લાગે તેવી છે પણ તે હકીકત છે. આ દેવનું દર્શન અશક્ય કે દુર્લભ હોવાથી આપણને એનું રૂપ કે એમની કાયાનું દર્શન થઈ શકતું નથી. છતાંય એ માટે એક માર્ગ ઉઘાડો છે. મંત્રસાધનાની સિદ્ધિથી મનુષ્ય આકર્ષણ કરી શકે તો તેને દેવદર્શન સુલભ બને છે, અથવા માનવજાતને વગર સાધનાએ, વગર પ્રયત્ને, રોજે રોજ દેવોના ભવ્ય અને અનોખા શરીરના
© • [ ૭૪૫]
+
+