________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પાર્શ્વનાથોપસહારિણી પદ્માવતી માતાજીની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૫૦
७१
ઇ.સત્ ૧૯૯૪
સહુનું સર્વાંગી રીતે કલ્યાણ કરનારાં ભગવતી શ્રી પદ્માવતીજી
પૂ.આ. શ્રી વિજયશોદેવસૂરીશ્વરજી મહારાજ
જૈનસમાજમાં ‘સાહિત્ય-કલા-રત્ન' એવા ગૌરવવંતા વિશેષણ અને ‘યશોવિજયજી’ એવા હુલામણા નામથી ઓળખાતા પૂજ્ય આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી મહારાજ સાહિત્ય, કલા અને સંશોધનના ક્ષેત્રે અવ્વલ ખ્યાતિ ધરાવે છે. તેઓશ્રીએ વિવિધ વિષયના ઘણા ગ્રન્થોનું સંપાદન કર્યું છે. જૈન સમાજના શ્રદ્ધેય પુરુષ છે. કલિકાલ કલ્પદ્રુમ ભગવાન શ્રી પાર્શ્વનાથના ભક્ત તથા ભગવતી શ્રી પદ્માવતીજીના અચ્છા ઉપાસક પણ છે. શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિકલા, ચિત્રકલા, મન્ત્ર-યન્ત્ર કલા, આકૃતિઓની વિશેષતા-નવીનતા માટે પૂજયશ્રી પાસે ખૂબ ઊંડી, માર્મિક અને વ્યાપક સૂઝ-સમજ છે. તેઓશ્રી પાસે સમયનો અભાવ હોવા છતાં તેઓશ્રીએ થોડા સમય પહેલાં પદ્માવતીજી અંગે એક લેખ લખેલો, જેમાં પદ્માવતીજી કચાં રહે? કોના રક્ષક? કયું શરીર અને કયું જ્ઞાન ધરાવે છે? ઈત્યાદિ પ્રશ્નોની છણાવટ કરી હતી. સુધારા વધારા સાથે તે લેખ અને તે ઉપરાંત ખાસ જાણવા જેવી મૂર્તિશિલ્પ રચનાના ઈતિહાસમાં બનેલી કેટલીક રોમહર્ષ, રોમાંચક અને ગૌરવાસ્પદ વિગતો ઉમેરીને અમને આપ્યો છે તે અહીં પ્રગટ કર્યો છે.
મુંબઇ-વાલકેશ્વરના શ્રી આદીશ્વરજીના દહેરાસરે ભગવતીજીની ભારતપ્રસિદ્ધ બેનમૂન