________________
છે. પૂજય આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજી મહારાજે મારા (એટલે મુનિશ્રી યશોવિજયજી) ઉપર sy લખેલો “ક્ષમાપનાપત્ર' સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો પત્ર છે. એ પત્ર આ અંકમાં આપવો તે બહુ છેસુમેળભર્યું ન હોવા છતાં વર્તમાનની ઘટનાનો ઈતિહાસ ભાવિ પેઢીને કંઈક જાણવા માટે પ્રેરક છે. બને એટલા જ ખાતર અહીં પ્રસિદ્ધિ આપી છે.
પત્રો ઉપર જે નોંધો લખવામાં આવી છે તે નોંધો ઉચિતતા, સંયમ, વિવેક, સચ્ચાઈ અને તટસ્થતા વગેરેનો પૂરતો ખ્યાલ રાખીને લખી છે. આ પત્રો અમારા ગુરુ-શિષ્ય વચ્ચેના આંતઆત્મીય સંબંધો કેવા ભવ્ય, મધુર, રોમાંચક, અને રોમહર્ષક હતા, માત્ર તેનું જ જાણપણું થશે એમ નહિ પણ વાંચનારને ક્ષણભર એવો વિચાર ઝબકી જશે કે આમાં ગુરુ કોણ અને શિષ્ય કોણ? -
ખરી રીતે તો પત્રોનું આ સ્વતંત્ર પ્રકાશન પાંચ વર્ષ પહેલાં જ બહાર પડ્યું હોત તો સ્વ. પૂ. આચાર્યશ્રીજીના અંતરને સમજવા માટે, મારા માટે, સંઘાડાના માટે, સમાજ માટે, જાહેર જીવન માટે અનેક રીતે ઉપયોગી અને લાભપ્રદ બન્યું હોત!
આજથી વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં શ્રદ્ધાંજલિ અંક બહાર પાડવાનો પ્રસંગ ઊભો થશે અને છે. એમાંય પત્રવ્યવહાર પણ છાપવાનો પ્રસંગ આવશે, તે કાર્ય મારા હસ્તક થશે એવી સ્વપ્નેય કલ્પના છે. ન હતી, એટલે પત્રો જાળવી રાખવા કે સંઘરવાની કોઈ કલ્પના જ ન હતી. જ્યારે પત્રો પ્રગટ
કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે પત્રો થોડા મળ્યા, પછી તપાસતાં સંગ્રહમાંથી બીજાં મળી આવ્યાં એટલે પુસ્તકરૂપે પ્રગટ કરી શકાયા અને વાચકો માટે અમારા ગુરુ-શિષ્યના) બંનેના જીવનની એક વિશિષ્ટ રીતનું અનોખું દર્શન કરવાની તક ઊભી થવા પામી.
સાહિત્યના ક્ષેત્રમાં પત્રવહેવારના થોડાંક પત્રપ્રકાશનો પ્રગટ થયાં છે પણ જેન સાધુઓ વચ્ચે (ગુરુ-શિષ્ય વચ્ચે)નો પત્રવ્યવહાર આટલો મોટો કદાચ પહેલી જ વાર પ્રગટ થતો હશે.
જો કે આ પત્રવ્યવહારમાં કોઈ તાત્ત્વિક ચર્ચાઓ નથી, સમાજ સાથે ખાસ સંબંધ ધરાવતો નથી, આધ્યાત્મિક ચર્ચા કે પ્રશ્નની સમીક્ષા કરનારો નથી, કોઈ અગમ્ય રહસ્યની ચર્ચા કે છણાવટ / કરતા પણ નથી, એમાં તો ફક્ત ગુરુ-શિષ્ય વચ્ચેના અંદરોઅંદરના પરસ્પરના વહેવારને લગતી
સામાન્ય બાબતો છે એમ છતાં ગુણગ્રાહી ગુણાનુરાગી એવા જૈન સાધુ-સાધ્વીના જીવનમાં કંઇક | છે પ્રેરણા અને પ્રકાશ આપી શકે તેવા જરૂર છે એ દૃષ્ટિએ આ પત્રોનું મૂલ્ય ઘણું છે.
આ પત્રોનું પ્રકાશન કેટલું બધું ઉપયોગી છે, આ પત્રોની મહત્તા શું છે? ગુરુ-શિષ્યના સંબંધો માટે આ પત્રો શું બોલે છે? પૂ. યુગદિવાકરશ્રીને શિષ્ય પ્રત્યે કેવો આત્મીયભાવ તેમજ અંતરનો સ્નેહ પ્રવર્તતો હતો તેનું દર્શન આ પુસ્તકમાં પહેલાં પાનાંથી શરૂ થતી પત્રોની મનનીય ભૂમિકા
અને સમીક્ષા વાંચવાથી વાચકોને સુપેરે થશે, અને ખરેખર! આચાર્યશ્રીજીના અંતરભાવોને પ્રગટ થયા છે કરવા માટે આ એક મહત્ત્વનું પ્રદાન છે. પત્ર લખનાર વ્યક્તિ કેવી મહાન, સરળ અને ગુણવાન છે છે હતી, ગુરુ-શિષ્યની જોડી સમગ્ર સમાજમાં વિરાટ વડલાની જેમ કેવી રીતે છવાઈ હતી એ બધી
ઘટના ‘વિરલ પત્રની વિરલ વાતો’ એ હેડીંગ નીચે બહુ જ મનનીય રીતે રજૂ કરી છે. આ સમીક્ષા છે એક ઉચ્ચકોટિના ગુણાનુરાગી સુપ્રસિદ્ધ વિદ્વાન લેખકે લખી છે.