________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
1.
(યશોધર્મ પળા પરિમલની પ્રસ્તાવના
).
વિ. સં. ૨૦૪૯
ઇ.સત્ ૧૯૯૩
૨
૨ -137
O થોડીક મારી વાત (સંપાદકીય) O
૨.
દેવલોકના દેવોને માત્ર એક જ અવસ્થા હોય છે અને તે યુવાવસ્થા. જ્યારે માણસને થઈ કે તેની કાયાને ત્રણ અવસ્થામાંથી (પ્રાય:) પસાર થવું પડે છે. બાળ, યુવા અને જરા, EM એટલે મનુષ્ય ત્રણેય અવસ્થાનાં સંવેદનો અનુભવે છે. વળી લીલી-સૂકી, સારી-નરસી
પરિસ્થિતિ અને ખાડા-ટેકરાના અનુભવોમાંથી (પ્રાય:) પસાર થવું પડે છે. આ સંજોગોમાં જરા અવસ્થાએ પહોંચેલી વ્યક્તિને પોતાના ભૂતકાળમાં ડોકિયું કરવાનું બને ત્યારે, વળી શૈશવકાળ અને યુવાકાળની યાદ દેવડાવે, અંતરમાં વિવિધ સંવેદનો અને અનેરો હર્ષોલ્લાસ જગાડે એવા પત્રો જીવનયાત્રાની છેલ્લી સફરમાં અનાયાસે અકસ્માત વાંચવા મળે ત્યારે ખરેખર ! અનેરૂં સદ્ભાગ્ય જ માનવું રહ્યું! પ્રસ્તુત પત્રોની વાત કરૂં!
- પૂ. ગુરુદેવ આ. શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે મારા ઉપર (એટલે પોતાના SS શિષ્ય યશોવિજયજી ઉપર) લખેલા પત્રો તેમજ મારા દાદાગુરુ પૂજ્યપાદ આ. શ્રી
પ્રતાપસૂરીશ્વરજી મહારાજે લખેલા પત્રો, તે ઉપરાંત મારા ગુરુદેવ પૂજ્ય યુગદિવાકર
આ.શ્રી ધર્મસૂરિજી મહારાજ સાથે સંબંધ ધરાવતી અન્ય ઘટનાના પ્રસંગો તથા S સંવછરીપર્વ પ્રકરણને લગતી વિગતો વગેરે તથા પ્રસ્તુત પ્રસંગને લગતી અન્ય ઘટનાઓના આ પત્રો અહીં છાપ્યા છે. મોટાભાગના આ પત્રો મારા પત્રોના જવાબરૂપે લખાએલા છે પણ જ. મારા લખેલા પત્રો યુગદિવાકર આચાર્યશ્રીજીએ ફાડી જ નાંખ્યા હોય એટલે શિષ્ય કયા તે ભાવથી, કેવી રીતે, કયા શબ્દોમાં પત્રો લખ્યા હતા તે બાબતો વાંચકોને જાણવા નહીં મળે.