________________
+6390247.
બંને નિર્ણય ઉપર ના આવે તો મધ્યસ્થની જરૂર પડે છે અને મધ્યસ્થી જે નિર્ણય આપે તે બંનેને સ્વીકાર્ય હોય છે. છતાંય કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે મધ્યસ્થ નિર્ણય આપવા છતાં પણ અંતરથી સમાધાન જેને ન ગમ્યું હોય તો તે આખરી ચુકાદાને માન આપતા નથી.
અહીં કહેવાનો આશય એ છે કે પૂર્વપક્ષ એટલે રજૂઆત કરવાની તક બુદ્ધિમાન વિદ્વાનોને જરૂર આપવી જ જોઇએ જેથી બુદ્ધિમાનોએ કરેલી રજૂઆત સાચી છે કે ખોટી તે જાણીને તે બરાબર ન હોય તો તેના પુરાવા સાથે યોગ્ય રીતે પ્રતિકાર કરી શકાય, અને લોકોને કેટલાક સાચા ખ્યાલો પણ આપી શકાય.
આટલો ખુલાસો વાચકો ધ્યાનમાં રાખે.
મારી ગુજરાતી બૃહત્સંગ્રહણીની પ્રસ્તાવનામાં મેં વિજ્ઞાનની વર્તમાન માન્યતા સામે સંક્ષેપમાં થોડું જણાવ્યું છે, છતાં થોડી જરૂરી વાતો અહીં પુનઃ કરું.
‘પૃથ્વી ગોળ છે અને તે ફરે છે' આ માન્યતા આપણે ત્યાં લગભગ છેલ્લાં ૨૦૦ વર્ષથી વધુ પ્રસિદ્ધ થયેલી છે. શાળા અને સ્કૂલોમાં શીખવાડવાનું શરૂ થયું ત્યારથી આપણે ત્યાં પણ પશ્ચિમની માન્યતા પૃથ્વી ગોળ છે અને તે ફરે છે તે ખૂબ વ્યાપક બની ગઇ. આપણે ત્યાં બ્રિટીશ રાજ્ય હતું એટલે જ પશ્ચિમના વૈજ્ઞાનિકોની માન્યતાઓ આપણે ત્યાં ભણાવવામાં આવતી હતી. આપણે ધર્મની બાબતમાં વધુ પડતા ઉતાવળીયા અસહિષ્ણુ છીએ એટલે આપણે ત્યાં વરસોથી ચાલી આવતી માન્યતાથી વિરુદ્ધ વાત આવે એટલે અસહિષ્ણુ બની જોરદાર વિરોધ શરૂ કરી દઇએ છીએ. ભૂગોળની બાબતમાં પ્રાચીનકાળમાં કંઇ લખાવ્યું છે કે કેમ! બધાં શાસ્ત્રોનું જ્ઞાન કંઇ બધાંને હોતું નથી. આપણા સમાજમાં પણ એક અભ્યાસી મહેસાણાના ધર્માત્મા શ્રી પંડિતજીએ પ્રસ્તુત માન્યતા જૈનધર્મ તથા ભારતના બધા ધર્મોથી તદ્દન વિરુદ્ધ હોવાથી આ માન્યતા સામે જોરદાર વિરોધ કર્યો હતો અને ખંડન પણ કર્યું છે. તેને પગલે બીજા એક મુનિશ્રીએ પણ વિરોધ પોકાર્યો અને એવી એક જોરદાર હવા વહેતી મૂકી કે પશ્ચિમના વિદ્વાનો અને લોકોએ ભારતના ધર્મપ્રવર્તકો ઋષિ-મહર્ષિઓનાં શાસ્ત્રકથનોને ખોટાં બતાવ્યાં છે. ભારતીય જનતાને પોતાના ધર્મ ઉપરની શ્રદ્ધાથી ચલિત કરી અશ્રદ્ધાળુ બનાવવાની આ એમની ચાલબાજી છે. પણ એ વાત તેમની ખોટી હતી. કેમકે ઉપર કહ્યું તેમ પૃથ્વી ગોળ છે અને તે ફરે છે તે માન્યતા પહેલાં હું કહી આવ્યો તેમ ૧૫૦૦ વર્ષ પહેલાંની છે. જ્યારે પશ્ચિમના લોકોની પોતાની આ માન્યતા મારા ખ્યાલ મુજબ ૪૦૦-૫૦૦ વર્ષ જૂની છે.
આજથી કેટલાંક વર્ષ ઉપર મને પોતાને જ એમ થયું કે પૃથ્વી ગોળ છે અને તે ફરે છે. આ માન્યતા ભારતીય વૈજ્ઞાનિકોની હતી કે કેમ! તે માટે મેં તપાસ કરી તો ભારતના વૈજ્ઞાનિક આર્યભટ્ટના તથા બીજાનાં સંસ્કૃત ગ્રન્થો અંગેની વિગતો જાણી ત્યારે સન્ ૪૭૫માં થયેલા આર્યભટ્ટે (ઈ. સન્ ૧૯૯૪ના હિસાબે આર્યભટ્ટને થયે લગભગ ૧૫૨૫ વર્ષ થયાં) પોતાના ગ્રંથમાં સંસ્કૃત શ્લોકોમાં પૃથ્વી ગોળ છે અને તે ફરે છે એમ વાંચવા મળ્યું, ત્યારે હું ઘણો જ આશ્ચર્ય પામ્યો. મને એમ થયું કે આ માન્યતા પશ્ચિમના વૈજ્ઞાનિકોની છે એ ખ્યાલે પશ્ચિમના લોકો આર્ય નથી <<->se [ ૭૨૨]