________________
પાંચમા વિભાગના માત્ર પત્રોની સ્વતંત્ર પુસ્તિકાની ‘યશોધર્મ પત્ર પરિમલ' આ નામે ૨૦૮ પાનાંની વધારાની છપાવેલી ૩00 નકલો થોડા સમય ઉપર પ્રગટ થઈ ગઈ છે.
પૂજ્ય ગુરુદેવના ઉપકારોની સ્મૃતિમાં મુંબઈ વગેરે અનેક સ્થળના ટ્રસ્ટોએ તથા ભાવિક છે ભક્તજનોએ ઉદારતાથી વંદનાઓ દ્વારા જે શ્રદ્ધાંજલિ આપી છે તે સહુને ધન્યવાદ ઘટે છે.
ભાવનગર નિવાસી જ્ઞાતિએ ભાવસાર ધર્મશ્રદ્ધાળુ જૈન એવા ભાઇશ્રી અનંતરાય નાનચંદ છે જેઓ અત્યન્ત ભક્તિવંત છે. દેવ-ગુરુ પ્રત્યે તેમને હાર્દિક શ્રદ્ધા છે. વિનય, વિવેક, નમ્રતા, સરળતાના ગુણો તેમનામાં સાહજિક છે. તેઓ સરકારી સર્વીસમાં છે પણ કલાકાર તરીકેની એક
દૃષ્ટિ છે, અને ચિત્રકલાના કાર્યમાં રસ પણ છે. છેલ્લાં ૧૪ વર્ષથી અમારા પરિચયમાં આવ્યા છે 8 બાદ ખૂબ ચીવટથી સુંદર, આકર્ષક ડિઝાઇનો તૈયાર કરવા સાથે જૈન પંચાંગ તૈયાર કરવાનું કાર્ય શ કરી રહ્યા છે. તેમના હસ્તક તૈયાર થયેલા પંચાંગોનું આકર્ષણ અનહદ વધી ગયું છે અને કલાત્મક
પંચાંગોની માંગણી પણ જોરશોરથી ખૂબ રહે છે. તે સિવાય સુંદર ડિઝાઇનો પણ કરી જાણે છે. તે છે તેઓ અમારા કાર્યને પોતાનું જ માનીને કલાની સુંદર સૂઝ અને કામની સ્કૂર્તિ વગેરે કારણે અમને છે ઘણો સંતોષ આપી રહ્યા છે. આ શ્રદ્ધાંજલિના કવરની ડિઝાઇન પણ તેમને જ કરી છે. આનંદ છે અને અનુમોદનીય વાત એ છે કે અમારું બધું કામ ભક્તિભાવથી કંઈપણ મહેનતાણું લીધા વિના કરી આપ્યું છે અને કરતા રહ્યા છે, તે માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
શેષજાણકારી-પાલીતાણા યશોવિજયજી જૈન ગુરુકૂળના માજી ગૃહપતિ શ્રી ફૂલચંદ હરીચંદ કે દોશીએ પૂ. યુગદિવાકરશ્રીજીનું જીવનચરિત્ર લગભગ બારેક વર્ષ પહેલાં ખૂબ શ્રમ લઇને લખ્યું. છે પૂજ્ય ગુરુદેવ વ્યાધિગ્રસ્ત હોવાથી જલદી છપાઈ જાય અને તેઓશ્રીની હયાતીમાં તેઓશ્રીના જ કે અધ્યક્ષપણા નીચે સમારોહ કરીને બહાર પાડવું તેવી તેમની તીવ્ર ઇચ્છા હતી. લખ્યા પછી મેટર
તપાસવાનું હતું. તેઓ મને મોકલી આપવાના હતા પણ તે જોવાનો પ્રથમ ચાન્સ જાણીજોઇને મારા પ્રશિષ્યને આપવાની ઇચ્છાથી મેં ફૂલચંદભાઈને લખ્યું કે ચેમ્બરમાં પૂજ્ય ગુરુદેવ સાથે ડભોઇવાળા
અમારા પ્રશિષ્ય છે, તેમને જોવા આપશો. કેટલા સમયમાં તે જોઈને આપશે તે નક્કી કરીને મેટર છે આપશો. તે જોઈ લીધા બાદ હું મંગાવી નજર કરી લઇશ.
આ મહાનુભાવને હું સારી રીતે ઓળખતો હોવાથી અંત:કરણથી આપવાની ઇચ્છા નહીં હોવા ન છે છતાં તેમના પ્રત્યેની મારી લાગણી ઉદારતાના કારણે કામ સોંપ્યું. મહિનાનો વાયદો કર્યો, મહિના - પૂરો થતાં ફૂલચંદભાઈએ મેટર માંગ્યું પણ તેમને કહ્યું કે મેં હજુ જોવાનું જ શરૂ કર્યું નથી. ફરી છે. મહિનાનો વાયદો થયો. ફરી લેવા ગયા તો ત્યારે પણ તે જ જવાબ મલ્યો. આમ વાયદા કરતા
ગયા અને મહિનાઓ વીતતા ગયા. ફૂલચંદભાઈ અકળાઇ ગયા ત્યારે મેં પૂ. ગુરુદેવને કહ્યું. ગુરુદેવે છે ઠપકાવીને કહ્યું પણ મહાત્માજી બહાના કાઢતા જ રહ્યા. અંદરખાનેથી તેમની વૃત્તિ કોઇ જુદી હશે છે એટલે તેમને મેટર ન જ આપ્યું, તે ન જ આપ્યું. ફૂલચંદભાઇના દર્દભર્યા નિશાશા નાંખતા પત્રો છે ન આવવા લાગ્યા. આપે મને આવા મહાત્માને શું કામ બતાવ્યા? આપે મને ખોટી જગ્યાએ ભેટો છે કરાવી આપ્યો. મને પારાવાર પશ્ચાતાપ થઇ રહ્યો છે. ખરેખર! હું ફસાઇ ગયો છું વગેરે લખી છે છે જાતજાતની વેદના ઠાલવતા રહ્યા. પૂ. યુગદિવાકરશ્રી માંદગીના બિછાને એટલે વિશેષ કહી શકે
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀.