________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પૂ. યુગદિવાકર આ.શ્રી વિજયધર્મસૂરિજી
શ્રદ્ધાંજલિ વિશેષાંકની પ્રસ્તાવના
K { RABAR
K
વિ. સં. ૨૦૪૮
ઇ.સ
૧૯૯૨
પૂજ્યશ્રીજીનું સંપાદકીય નિવેદન
–વિજયયશોદેવસૂરિ પરમપૂજય યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી શ્રદ્ધાંજલિ વિશેષાંક પ્રગટ થઇ રહ્યો છે, તેમાં મર્યાદાથી પણ વધુ વરસો પ્રકાશિત કરવામાં વીત્યાં હોવાથી પ્રસિદ્ધિનો
આનંદ-ગૌરવ કેવી રીતે લઇ શકાય? મોડું થવામાં કેટલાંય કારણોએ ભાગ ભજવ્યો છે. - ચિત્ર-વિચિત્ર ઘણી પરિસ્થિતિ ઊભી થઈ અને બીજા અનેક અવરોધો પણ ચાલુ રહ્યા.
વચમાં ત્રણ-ચાર વર્ષ મારા તન-મનનું સ્વાસ્થ પણ ઘણું બાધક બનતું રહો. આ બધાયનો સરવાળો એ કે જે ગ્રંથ પાંચ વર્ષ પહેલાં બહાર પડવો જોઇતો હતો અને ઘણાં કારણોસર જરૂરી પણ હતું છતાં તે આજે પાંચ વર્ષ પછી પ્રકાશિત થઈ રહ્યો છે તેનો અમને ભારે રંજ અને દુ:ખ છે.
દસ વર્ષ પહેલાં મારું સ્વાથ્ય અનેક કાર્યોને વહેલું મોડું ઠીક ઠીક સમયમાં પહોચી વવા સમર્થ હતું, પણ સમય જતાં ઉંમરનો વધતો આંક, બ્રેનની ની તકલીફમાં થયેલો હs વધારો એટલે બધી રીતે કાર્યને બ્રેક લાગી. સ્વાથ્ય દિન-પ્રતિદિન વધુ ડાઉન થતું રહ્યું. તેમાં મારા સ્વભાવનું એક દૂષણ કહો કે ભૂષણ, પણ ક્યારેક ઘણાં કાર્યો એક સાથે હાથ ઉપર લેવાની ટેવ પણ આમાં થોડી બાધક બનતી હતી. એક સાથે વધુ કાર્યો લેવાં ન જાએ એ બાબતની પૂરી સભાનતા છતાં જ્ઞાનના ઉત્કટ રસના લીધે અને અન્ય પરિસ્થિતિઓના કારણે એમ બની જતું. બીજી બાજુ માથું એક અને હાથ બે અને કામો વધુ માથાના અને વધુ હાથોના પછી એ કાર્યોને પહોચી વળવાનું કે ન્યાય આપવાનું કામ
તે