________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
પાંચ પરિશિષ્ટો મુાતીની
પ્રસ્તાવના
વિ. સં. ૨૦૪૭
ઇ.સત્ ૧૯૯૧
હ
પાંચ પરિશિષ્ટ પુસ્તકનું કંઈક પ્રાસ્તાવિક
જૈન શ્વેતાંબર સંધમાં ‘સંગ્રહણીરત્ન’, ‘બૃહત્ સંગ્રહણી’ અથવા ‘મોટી સંગ્રહણી’ એક જ ગ્રન્થના ત્રણ નામ છે. સમાજમાં તે મોટી સંગ્રહણીથી પ્રખ્યાત છે. તેનું ‘ત્રૈલોકયદીપિકા’ નામ પણ છે. જુદા જુદા આગમો–શાસ્ત્રોનાં વિષયોને તારવીને તેની પ્રાકૃત ગાથાઓ બનાવી તેના સંગ્રહરૂપે આ ગ્રન્થ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રન્થની રચના જૈનસંઘમાં બે આચાર્યોએ કરી છે. એક હતા જૈનધર્મના મહાન આચાર્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ અને બીજા હતા શ્રીચન્દ્રમુનીશ્વર. આ સંગ્રહણીગ્રન્થનું ભાષાંતર સારૂં મળતું ન હતું એટલે તેનું ભાષાંતર ૧૮ થી ૨૦ વર્ષની ઉમ્મરે મેં સં. ૧૯૯૦-૯૧માં અતિપરિશ્રમ સેવીને કર્યું હતું. કેટલાંક ચિત્રો પણ ત્યારે બનાવ્યાં હતાં અને સં. ૧૯૯૫ માં તે ગ્રન્થ પ્રસિદ્ધ થયો હતો એની જ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે.
સંગ્રહણી ભાષાંતર સાથે કંઇક સંબંધ ધરાવતા જાણવા જેવાં પાંચ પરિશિષ્ટોની પહેલી આવૃત્તિ ૫૦ વર્ષ પહેલાં પ્રગટ થઇ હતી. વરસોથી તે અપ્રાપ્ય હતી એટલે તેની બીજી આવૃત્તિ સંસ્થાએ પ્રસિદ્ધ કરી છે. જેમાં નીચેનાં પાંચ પરિશિષ્ટો આપ્યાં છે.
૧. ચૌદરાજલોક અને તેની વ્યવસ્થાનું વર્ણન
૨. સંખ્યાત, અસંખ્યાત અને અનંતનું સ્વરૂપ
૩. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ આદિનો પરિચય
૪. તમસ્કાય-અણ્ણાયનું વિવેચન અને