________________
નજર ડોળીનું દોરડું પકડી રાખેલા ગુરુદેવના જમણા હાથની હથેળી ઉપર ગઈ અને જોનાર શ્રાવકે " sly તરત જ મને કહ્યું કે “યશોવિજયજી મહારાજ ! યશોવિજયજી મહારાજ ! સાહેબનો હાથ જુઓ! . એ હાથ જુઓ !” હું પૂજય ગુરુદેવની જમણી બાજુએ જ એક વેત જ છેટો ચાલતો હતો, એટલે તરત /
જ મેં ગુરદેવની હથેળી તરફ શીધ્ર નજર કરી, ત્યારે તો હથેળી અડધી ચંદનના છાંટણાથી ભરેલી - \\ જોઈ અને પલકારાથી ઓછા ટાઈમમાં હું બરાબર જોઉં એ પહેલાં તો બાકીની અડધી હથેળી પણ છે, છે ભરાઈ ગઈ, એટલે એક આશ્ચર્યજનક ઘટના એકાએક ઉદ્ભવતા ડોળી ઉભી રાખી. અમે ઊભા છે
રહ્યા, પછી મેં ગુરુદેવના તમામ શરીર ઉપર નજર કરી, માથાથી લઈ પગ સુધીના અને ખભાથી , લઈ ઢાંકેલા હાથ સુધીના કપડાં ઉપર બરાબર અવલોકન કર્યું, માથા ઉપર જોયું પીળા રંગના એક , પણ છાંટો કયાંય પણ જોયો નથી. મારા કપડાં જોયાં. હું તદ્દન બાજુમાં જ ચાલતો હોવા છતાં / પણ મારા શરીરના કોઈ પણ ભાગ ઉપર તેમજ સાથે આવેલા શ્રાવકોના કપડાંના કોઈપણ ભાગ છે ઉપર કે ડોળીના કોઈપણ ભાગ ઉપર એક પણ પીળા રંગનો ચાંદલો ન હોવાથી. મારા મનમાં દેરાસર ઉપર થઈ રહેલી વૃષ્ટિ પાછળ ગુરુદેવનો સંકેત હોવાની બાબતમાં હું શંકાશીલ હતો પણ તું આ ઘટનાથી મારી શંકા સર્વથા નષ્ટ થઈ ગઈ અને એ વખતે બધાની હાજરીમાં ગુરુદેવને કહ્યું કે આપની આડી રાખેલી હથેળી રસો ચાલતા મારી હાજરીમાં એકાએક રંગાઈ જવાનો આ પ્રયોગ છે મને ચોક્કસ લાગે છે કે સ્વ. ગુરુદેવે ખરેખર! મને બોધપાઠ આપવા માટે જ કર્યો છે, એટલે હું
મારી વાંકા દૂર થઈ ગઈ છે. કારણકે હું ત્રણ ત્રણ કલાક થવા છતાં દેરાસર તથા શહેરમાં થતી , , વૃષ્ટિ પાછળ કુદરતનું પણ કારણ હોઈ શકે છે એવું જે વિચારી રહ્યો છું એ વિચાર મારો ખોટો છે છે. એ વૃષ્ટિ પાછળ કારણરૂપે હું (સ્વ. ગુરુદેવ) છું એવો બોધપાઠ આપવા માટે જ આ ચમત્કાર /
કરી બતાવ્યો છે. હજુ જો ડોળીમાં બેઠેલા ગુરુજીના મસ્તક ઉપર કે શરીરના અન્ય ભાગ ઉપર , અથવા આડા રાખેલા હાથ ઉપર જો છાંટા પડ્યા હોત તો હજુ પણ આ વૃષ્ટિ કુદરતી થઈ છે એમ માન્યા કરત! પણ મારી એ સમજને સદંતર રીતે નિર્મૂળ કરવા માત્ર આકાશ તરફ નહીં પણ “ જરા ઊભી રાખેલી હાથની હથેળી એકાએક આંખના પલકારામાં ચંદનના છાંટાથી ભરાઈ જાય છે, તે દૈવિક શક્તિ સિવાય તદ્દન અશક્ય બાબત હતી. એથી ફરી મેં સૌને કહ્યું કે રૂ. ગુરુદેવ દેવલોકમાં ) ઉત્પન્ન થવાની સાથે જ ત્યાંના વૈભવી અને વિલાસી સુખમાં તરત ડૂબી ગયા નથી, પરંતુ જાગૃત હૈ રહ્યા છે. અને પોતે દેવલોકમાં ગયા છે એની સહુને ખાત્રી કરાવવા ખાતર જ એમને આ ચમત્કારી : ઘટનાનું દર્શન કરાવ્યું છે. વળી આ માટે એમણે એમના જ મહાન શિષ્યના હાથને પસંદ કર્યો અને મને નિમિત્ત બનાવી બોધપાઠ આપવા દ્વારા પ્રતીતિ કરાવી.
ત્યારપછી પૂ. ગુરુદેવને મેં વિનંતિ કરી કે હવે હાથ ઉપરના ચાંદલા ભૂસી ન નાંખતા, ઉપાશ્રય જઈને આપણા બાકીના સાધુ- સાધ્વીજી અને લોકોને બતાવવા છે.
જગ્યા જોઈ અમે પાછા ઉપાશ્રયે આવી ગયા. ત્યાં સહુને હાથ બતાવ્યો. સહુ સાશ્ચર્ય બની છે. સ્વર્ગસ્થ ગુરુદેવની સ્વર્ગીય લીલાને આશ્ચર્ય અને અહોભાવે દિગુમૂઢ બની હાથ જોઈ રહ્યા. આ al/ વખતે સમય સાંજના સવાસાત વાગ્યાનો હતો. $ આ એક ઘટના અહીં પૂરી થાય છે. હવે બીજી ઘટના જોઈએ.