________________
છતાં ૩૦૦ વરસથી એક અશુદ્ધિ આજ સુધી લગભગ ચાલી આવી કેવી આશ્ચર્ય થાય તેવી આ વાત છે. માત્ર સ્તોત્રપાઠ ભણવાનો હોય એટલે અર્થ સાથે વિચારણા બે ટકાની પણ ન હોય, એટલે અશુદ્ધ પાઠની એક પોથી પહેલવહેલી જે લખાય તે ઉપરથી જ ચીલે ચીલે સહુ લખાવતા રહે એટલે જે અશુદ્ધિ ૩૦૦ વરસ પહેલાં હતી તે આજે પણ સુદીર્ઘકાળ સુધી અકબંધ જોવા મળે,
સંશોધકો–વિચારશીલો, અભ્યાસીઓ પણ વધુ વિચાર કર્યા વિના ક્યારેક ક્યારેક કેવું અનુકરણ કરી નાંખે છે કે અશુદ્ધ પાઠની પરંપરાને વેગ મળતો રહે છે અને જનતા અશુદ્ધ પાઠ કરતી રહે છે. મારી પ્રસ્તુત વાતની પ્રતીતિ વાચકોને થાય, તટસ્થ રીતે, કેવી ઊંડી ગવેષણા કરવી જોઈએ. કેવી જાગૃતિ રાખવી જોઈએ, એની સભાનતા આવે એ માટે નિમ્ન નોંધ લખું છું. અને ખાસ કરીને સ્તોત્ર છપાવનારોનું ખાસ ધ્યાન ખેંચું છું.
અત્યન્ત અનિવાર્ય સુધારા
૧. ઋષિમંડલ સ્તોત્રની અવાવસ્તુ॰ (શ્લોક. ૧૯) આ ગાથાના અર્થથી બીજની નિષ્પત્તિ થાય છે. આ ગાથાના ઉત્તરાર્ધમાં સૂર્યસ્વરસમાયુવત્તો પાઠ છેલ્લાં ૩૦૦ વરસમાં લખાએલી આ સ્તોત્રની એકસોથી વધુ પોથીઓમાં એક સરખો જોવા મળ્યો છે.
હકીકતમાં સમા૦ પાઠ સાચો પાઠ જ નથી. પહેલવહેલી કોઈ પ્રત લખતાં લહિયાની ભૂલ થઈ હોય કે ગમે તે હોય પણ ખોટો પાઠ લખાઈ ગયો છે એ નિર્વિવાદ વાત છે. પછી એનું અનુકરણ થઇ ગયું. જો સમા॰ ને સાચો પાઠ માનીએ તો મૈં બીજ ઉપર ચંદ્રમાની કલા જે અવશ્ય હોવી જ જોઈએ તેની વાત ઉડી જાય છે. ચંદ્રકલા વિનાનું બિન્દુ કરવાથી બીજ મંત્રબીજ બનતું નથી, અને બીજ પૂર્ણ થતું નથી. આથી એક વાત પૂર્ણપણે નિશ્ચિત થાય છે કે— અને તેથી તે સંગત થતો નથી જ્યારે—
૭
સૂર્યસ્વરસમાયુો આ પાઠ સર્વથા અશુદ્ધ तूर्यस्वर कलायुक्तो ०
d
આ પાઠ સ્વીકારીએ તો તે પાઠ સર્વથા શુદ્ધ હોવાથી તે અર્થથી બરાબર સંગત થાય છે. અને તેથી મેં મારી છેલ્લી આવૃત્તિઓમાં એ પાઠ સુધારીને છાપ્યો છે.
પ્રશ્ન-ના શબ્દ સાચો છે એવો લેખિત પ્રાચીન પુરાવો છે ખરો?
ઉત્તર-હા, છે. પાછળથી સદ્ભાગ્યે બે પ્રતિઓમાંથી પુરાવા એકાએક મળ્યા. આ પુરાવા મારી બુકમાં મેં મારી ઇચ્છાથી સુધારો છપાવી નાંખ્યા પછી મને મળ્યા. તેથી મને આનંદ એ થયો કે મેં અર્થની દૃષ્ટિએ જે સુધારો છપાવ્યો તે સાચો છે.
બે પુરાવામાં એક મળ્યો મુંબઇ મહાવીર વિદ્યાલયના ભંડારની એક પ્રતિમાંથી અને બીજો મળ્યો થાણા ગયો ત્યારે, એક જતિએ ફાટેલાં બે ચાર પાનાં આપ્યાં તેમાંથી એક જ પાનું
૨૦૧૨ માં છપાએલી પહેલી આવૃત્તિમાં ૧૦૦થી વધુ પાઠભેદો છાપ્યા હતા.