SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વળી સત્તરમી સદીમાં થયેલા પ્રકાર્ડ વિદ્વાન, અંતિમ જ્યોતિર્ધર ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ 1 મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે જીવનની અંતિમ સંધ્યાએ એક ગ્રંથ લખ્યો છે. એ છે છેગ્રંથમાં પોતાના સમગ્ર શાસ્ત્રોનાં અધ્યયનનો નિચોડ આપતાં જાહેરાત કરી કે "सारमेतद् मयालब्धम्, श्रुताब्धेऽवगाहनात् । भक्ति भगवती बीजं परमानंदसंपदाम्' । જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ અને અનુભવવૃદ્ધ ઉપાધ્યાયજી અનુભવની વાણી ફરમાવતાં જણાવે છે શ્રુતાબ્ધિ...એટલે શાસ્ત્રોરૂપી સમુદ્રનું વાંચન, મનન અને નિદિધ્યાસન દ્વારા મંથન કર્યું. છે. મંથન કરીને મેં એક જ સાર કાઢ્યો કે આનંદ તો થોડો થોડો બધે હોય છે પણ પરમાનંદ કે તો ફક્ત મોક્ષસ્થાનમાં જ હોય છે. અને એ પરમાનંદની સંપત્તિ જો પ્રાપ્ત કરવી હોય તો એનું બીજ પવિત્ર એવી પરમાત્માની એક વ્યક્તિ જ છે. ઉપાધ્યાયજીએ જ્ઞાનમાર્ગ, તપોમાર્ગ, ધ્યાનમાર્ગ અને ચારિત્રમાર્ગની વાત ન કરી પરંતુ મોક્ષ માટે સૌથી સહેલો રાજમાર્ગ એમને જે લાગ્યો તે ભક્તિમાર્ગની વાત તેમને આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજને ભક્તિ એ રાજમાર્ગ દેખાયો. ભણેલો હોય કે અભણ હોય, મૂર્ખ જ હોય કે વિદ્વાન હોય, ગરીબ હોય કે શ્રીમંત હોય સૌ કોઈ માટે ભક્તિ એ રાજમાર્ગ છે. આટલું કહીને આ ભક્તિગંગા પુસ્તકમાં જે સ્તોત્ર આપ્યાં છે. એમાં ખાસ કરીને ભક્તામર અને કલ્યાણમંદિર સ્તોત્ર ભગવાનના ઉત્કૃષ્ટ મહિમાને કહેતા હોવાથી ભક્તિ માટેનાં ઉત્તમ છેસ્તોત્રો છે. જૈનધર્મમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં અનેક સ્તોત્રો રચાયાં છે. “ભક્તિગંગા' નામની પુસ્તિકાની આ છઠ્ઠી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. ઘણાં વરસોથી આ પુસ્તિકા લોકોમાં આદરણીય અને પ્રિય થઈ પડી છે. જેથી ફરી એનું પુનર્મુદ્રણ કરાવ્યું નો આ પુસ્તિકામાં શું શું છે તે– જૈનોનો કેટલોક વર્ગ સવારના પહોરમાં નવસ્મરણનો નિત્યપાઠ કરે છે એટલે વરસોના આ રિવાજ મુજબ પુસ્તકના પ્રારંભમાં નવસ્મરણ સ્તોત્રો આપ્યાં છે. તે પછી ઋષિમંડલ તથા * જિનપંજર વગેરે સ્તોત્રો આપ્યાં છે. જેની નોંધ અનુક્રમણિકામાં આપી છે. તે ઉપરાંત ભગવતી, છે પદ્માવતી, અંબિકા, સરસ્વતી, શારદા વગેરેનાં સ્તોત્રો અને સ્તુતિઓ આપી છે. છે નવગ્રહનાં જાપ અને પ્રાર્થના તથા ૯, ૧૭ અને સત્તાવીશ ગાથાનાં એમ ત્રણ પ્રકારનાં ઉવસગ્ગહરં સ્તોત્રો આપ્યાં છે. માણિભદ્રવીર, ગૌતમસ્વામીજી, વગેરેના છંદો, રત્નાકર પચ્ચીશી, 1 ચઉશરણ પયન, ચક્રેશ્વરી, પદ્માવતી માતાની સ્તુતિ તથા આરતી, વિવિધ પચ્ચખાણો, જુદી
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy