________________
ત્યારપછીના પંદરેક વર્ષ સુધી તો એની યાદ પણ વિસરાઈ ગઈ, પણ એક નિમિત્ત મળતાં વાત તાજી થઈ. ઉણાદિની લિખિત કોપીઓ મેં કાઢી પછી મને થયું કે અમરકોશ, હૈમકોશની ટીકામાં તથા શબ્દોની વ્યુત્પત્તિઓ દર્શાવતા અન્ય કોશોને જોઈને એક જ શબ્દની જુદી જુદી રીતે થતી વ્યુત્પત્તિઓ ઉમેરવી. બબે ત્રણ ત્રણ વર્ષે વધુ પડતો મગજનો પરિશ્રમ થતાં કામ કરવાનો ઉત્સાહ ઓછો થાય. બીજી બાજુ અન્ય કાર્યો વધવા માંડ્યા, બહુ વિસ્તાર કરવામાં સમય પણ બહુ જશે અને ગ્રન્થ કદાચ દીર્ઘસૂત્રી-કંટાળાજનક બની રહેશે, એટલે એ વાત માંડી વાળી. ત્યારપછી કાર્ય મર્યાદા નક્કી કરી તેની પ્રેસકોપી તૈયાર કરી. પ્રત્યેક શબ્દના ગુજરાતી અને હિન્દી અર્થ તૈયાર કર્યા. તે પછી એક વિદ્વાન પંડિત જેઓ અંગ્રેજીના પણ પ્રોફેસર હતા. તેઓ યોગ્ય વિદ્વાન હતા. નિર્ણય સાગર પ્રેસમાં તેઓ પ્રુફ રીડીંગ કરતા હતા. તેઓ વારંવાર કંઇક કામ માગ્યા કરતા હતા, એટલે એમણે મેં ઉણાદિના દરેક શબ્દના વાચક અંગ્રેજી શબ્દો લખવાનું કામ સોંપ્યું. તે પણ તેમણે તૈયાર કર્યું. એ કાર્ય પણ પૂર્ણ થયું. અને પછી તે કોઈને કોઈ કારણે છાપવા માટે તેને આખરી ઓપ આપવો જોઇએ તે ન આપી શકવાના કારણે તે મેટર મુદ્રણાલયમાં છાપવા માટે પહોંચી ન શક્યું.
ત્યારપછી લાંબો સમય વીત્યા બાદ હું મુંબઇ વાલકેશ્વર ઉપાશ્રયમાં હતો ત્યારે જાણીતા શબ્દ-અર્થના ઉંડા અભ્યાસી લેખક ભાઇશ્રી રૂપારેલને કેટલાક શબ્દોની બાબતમાં ચર્ચા-વિચારણા કરવાનો વિચાર આવ્યો ત્યારે તે મેટરનું બંડલ શોધ્યું પણ કંઇ હાથ ન આવ્યું. ઘણી તપાસને અન્ને એમ થયું કે તે મેટર ગુમ થઇ ગયું હોવું જોઇએ. કેવી રીતે ગુમ થયું તેની કંઇ સુઝ ન પડી, પણ ગુમ થયું એ હકીકત હતી. જેની પાછળ ખૂબ જ જહેમત ઉઠાવી હોય, ખૂબ માનસિક પરિશ્રમ સેવ્યો હોય, ઘણે સ્થળે એક એક શબ્દની પાંચ-પાંચ સાત-સાત વ્યુત્પત્તિઓ લખી હોય, અને, કોશોને સંદર્ભો જોઇને ઉપયોગી ફૂટનોટો લખી હોય, અંગ્રેજી શબ્દ નક્કી કરવા માટે જે વિદ્વાને ખૂબ જ મહેનત ઉઠાવી હોય અને સર્વાંગ સંપૂર્ણ પ્રેસકોપી તૈયાર કરી હોય, વળી સાવ નાની છતાં બીજી અનેક રીતે જે ઉપયોગી હોય, ઉણાદિની આવી કૃતિ પ્રાયઃ, આજસુધી પ્રકાશિત થયેલી જોવા ન મળી હોય અને જે કૃતિ બહાર પડવાથી એક અભિનવ પ્રકાશન બનવાની હોય, અને એ જ્યારે ગુમ થાય ત્યારે મન એકદમ નિરાશ થઇ જાય તે સ્વાભાવિક હતું. હવે તો મારી વરસો જૂની કાચી પ્રેસકોપી મળી આવે તો તેની ફરી પ્રેસકોપી બનાવી ફૂટનોટની નવી મહેનત ભલે ન થાય, અંગ્રેજી શબ્દનો વિભાગ જતો કરવો પડે તો ભલે, પણ તેને ફરી હાથથી લખીને પ્રેસકોપી તૈયાર કરવી. અને તે છપાવવી એમ નક્કી કર્યું.
સં. ૨૦૩૩ માં મુંબઇથી પાલીતાણા આવવાનું થતાં સદ્ભાગ્યે જૂના સંગ્રહમાંથી તે કાચી નકલ મળી આવી. મારી તબિયતના તથા અન્ય કાર્યો વચ્ચે એના ઉપર ફૂટનોટ વગેરે માટે મહેનત કરવાનું શક્ય ન હતું એટલે થયેલી પ્રેસકોપી છપાવવાનું નક્કી કર્યું. ઉણાદિનું કંપોઝકામ
*
વિદ્યાભ્યાસકાળમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પંડિતજી પાસેથી સાંભળી શીખીને વ્યુત્પત્તિઓ લખતા હોય છે. એટલે આ બાબત કંઇ નવીન નથી. ફક્ત આનું પ્રકાશન થવા પામે છે તેટલા પૂરતી વિશેષતા કહેવાય.
A
-] GAROGA
33