SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ $ મહારાજે તો બર્મા રાજ્યના સ્થપતિ પાસેથી બર્મામાં બૌદ્ધના ત્રિપિટક શાસ્ત્રો કંડારેલું બૌદ્ધ મંદિર હૈ. છે. એની વિગત મુનિજીએ જાણી લીધી, પછી તેનું સાવ અનુકરણ તો ન જ કરવું. પણ જૂનામાં નવીનતા ઉમેરી કંઈક નવીનતા ઊભી કરવાની ખાસિયતવાળા મુનિજીએ આર્ચીટેકચર પાસે નવો રે જ પ્લાન ચીતરાવ્યો. જેમાં વચ્ચે એક જ દેરાસર અને તે સિવાય વિવિધ આગમોની ઉત્કીર્ણ હું કરેલી શિલાઓને સ્થાપિત કરવી, વિવિધ આકારના સ્ટેન્ડો, માધ્યમો બનાવરાવવા, જેથી ખરેખર શું સ્વતંત્ર આગમમંદિર જ બની રહે, અને આવનાર દર્શક આ આગમમંદિર જ છે એવી પ્રધાન અને અમીટ છાપ લઈને જાય. આ પ્લાન ઉપર પૂજ્ય સાગરજી મહારાજ સાથે બેસીને ચર્ચા છે $ વિચારણા પણ કરી. તેમને પ્લાન તો ખૂબ જ ગમ્યો પણ પ્રશ્ન આવ્યો મુખ્યમંદિર વગેરે $ બાંધકામના ખર્ચનો. પૂજ્યશ્રીજી પૈસાની બાબતમાં ગૃહસ્થીને વિશેષ કહેવાના સ્વભાવવાળા ન છે હતા. શું કરવું? પછી પૂજ્યશ્રીજીના સાધુ-સાધ્વીજી અને શ્રાવક પરિવાર જોડે ચર્ચા કરી પણ જ શું ખર્ચનો પ્રશ્ન સહુને મુંઝવી રહ્યો. જો કે મુનિજી અને મુનિજીના ગુરુજીએ હિંમત આપી કે જે છે યોજના બહાર પડ્યા પછી અનેક દાતારો આગળ આવશે અને જરાએ વાંધો નહિ આવે, . ચપોચપ કામ પતી જશે, પણ ભરોસે કેમ રહે? છેવટે પૈસા ઊભા કરવા ખાતર ચૌમુખજીની મૂર્તિઓ પધરાવાનો નિર્ણય લેવાયો. જો કે એક બાબત હકીકત છે કે, બીજા ક્ષેત્રમાં વાપરવા માટે ગમે તેટલું સમજાવો પણ જૈનસંઘમાં ભગવાન પ્રત્યેનો પક્ષપાત અને શ્રદ્ધા એવી છે કે પ્રાય: તમારૂં કશું ઉપજી શકે નહિ. આજના નવી પેઢીના બુદ્ધિમાનો મુનિજીને ઘણીવાર પ્રશ્ન કર્યા કરે કે લોકોને બીજા શું ક્ષેત્રમાં દાન કરવાનું કેમ જલદી મન થતું નથી અને થાય છે તો નાના પ્રમાણમાં એમ કેમ? . ત્યારે મુનિજી સામાના સંતોષ ખાતર એક લોઝીક ઉત્તર આપતાં જણાવે કે-આઠકર્મ પૈકીના નામકર્મની પ્રકૃતિઓમાં અનેક પુણ્ય પ્રકૃતિઓ બતાવી છે, તેમાં શાસ્ત્રકારોએ સહુથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય પ્રકૃતિ તીર્થકર નામકર્મની બતાવી છે, તો આવી શ્રેષ્ઠ પ્રકૃતિના ધણી તરફ સહુનું આકર્ષણ થાય, લક્ષ્મ જાય, ભાવ પેદા થાય અને હજારો લાખો સહજ રીતે ખેચાય અને તેથી તેની પાછળ ખૂબ ખરચે તેમાં નવાઈ શી? જગતનો સર્વશ્રેષ્ઠ, સર્વગુણસંપન આત્મા માત્ર એક $ તીર્થકર જ છે, એટલે એ તરફ તેમનો ભાવ સદાય જવલંત રહેવાનો જ છે. જો કે દેશકાળને અનુસરીને કે સાચી જરૂરિયાત સમજીને બીજાં ક્ષેત્રો માટે આગ્રહ કરો, સમજાવો પણ વિશેષ સફલતા મળવાની શક્યતા ઓછી, બુદ્ધિમાનો માટે વાસ્તવિક પરિસ્થિતિનો આદર કરવો એ જ સન્માર્ગ છે. આટલી પ્રાસંગિક વાત કરી ચાલુ ઘટના જોઇએ આગમોનું શું? લોકો લાભ લેશે ખરા? કેમકે ભગવાન પ્રત્યે જેવી ભક્તિ છે એવી જ્ઞાન પ્રત્યે નથી હોતી. તેઓશ્રીએ પોતાની મુંઝવણ અમો ગુરુ-શિષ્ય આગળ કહી. અમોએ અમારાં દાદાગુરુ પૂ. મોહનસૂરિજીને કરી અને બીજા જ દિવસે લીમડીના એક સ્થાનકવાસી સુશ્રાવક છે. તરફથી નંદીસૂત્ર શિલોત્કીર્ણ કરવાનું નક્કી કર્યું. જેથી પૂજ્ય સાગરજી મહારાજનો ઉત્સાહ વધે, છે પૂજય સાગરજી મહારાજને બહુ જ હિંમત આવી, ઘણું ગમ્યું. પછી અમોએ કહ્યું કે સાહેબ . છાપામાં જાહેરાત થશે એટલે આ એક નવીન બાબત હોવાથી અને આપના મહાન પ્રભાવથી ? ] $-- - æ----- ------ æ6 --
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy