________________
>>>>>>*&*
કરવા જણાવ્યું. એ મુદ્રા ૩૧ માં પાને છઠ્ઠા નંબરના ચિત્રમાં બતાવી છે તે જુઓ. વિઘ્નો ધમ્મસ મૂર્ત્ત-ધર્મનું મૂલ વિનય છે. વિનયથી વિદ્યા-જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી હિતાહિતનો હેયોપાદેયનો વિવેક જાગે છે અને છેવટે એ દ્વારા પરંપરાએ મુક્તિ મેળવે છે.
આ રીતે આ પુસ્તિકામાં આપેલાં ચિત્રોનો યથાયોગ્ય પરિચય પૂરો થાય છે.
*
*
પુસ્તિકાના ૨૫મા પાને ૠષિમંડલસ્તોત્રના પ્રથમ બે શ્લોકોનો બ્લોક છાપ્યો છે તે અંગેની વિસ્તૃત સમજ નીચે આપી છે. આથી જૈનમંત્ર પરિભાષા, સાંકેતિક પદ્ધતિનું થોડું જ્ઞાન મળશે.
*
* મંત્રાક્ષરો કે મંત્રશબ્દો વગેરે વ્યક્ત કરવા માટે મંત્રવિશારદોએ મંત્રવિજ્ઞાન શાસ્ત્ર સજર્યું છે. એમાં સાંકેતિક પરિભાષાનો ઠીક ઠીક ઉપયોગ કર્યો છે. એમાં અંક-આંકડા કે તેની સંખ્યા જણાવવા માટે તેમજ વર્ણો એટલે સ્વર-વ્યંજનનું જ્ઞાન-પરિચય આપવા માટે, તેમજ અમુક શબ્દો ઉપરથી અમુક અક્ષરનું જ ગ્રહણ થાય તે માટે, એક નિશ્ચિત ધોરણ–પરિભાષા નક્કી કરી છે. અહીંયા વાચકોને મંત્રની આ પરિભાષા-પદ્ધતિનું જ્ઞાન મળે માટે ૠષિમંડલના બે શ્લોકમાં જ એ પરિભાષાનો જ્યારે સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે તે પરિભાષા દ્વારા તેના અર્થને સમજીએ. જેમ કે હૈં અક્ષર કહેવો હોય ત્યારે સાન્તઃ શબ્દ વાપરી હૈં નું સૂચન કરશે. સાન્તઃ એટલે સત્ત્વ અવ: વર્લ્ડ: સઃ ૪: સથી વર્ણાક્ષરનો દત્ત્વ સકારનું ગ્રહણ કરવાનું છે.
મન્ત્રનો વિષય સહુના રસનો હોતો નથી. આ એક ગૂઢ રહસ્યમય વિષય છે. આના જાણકારો ઓછા હોય છે. આના રહસ્યો સમજવા અને અનુભવોને લેવા માટે એક જનમ પણ ઓછો પડે. આ શાસ્ત્ર ઉપર સેંકડો ગ્રન્થો અને હજારો પાનાંઓ ભંડારોમાં ઉપલબ્ધ છે. મન્ત્રશાસ્ત્ર કે મન્ત્ર એ ભારતીય સંસ્કૃતિનો આ એક વિશિષ્ટ અનોખા પ્રકારનો ગૂઢતમ વૈજ્ઞાનિક રહસ્યવાળો વિષય છે. ચતુર્વિધ સંઘની યોગ્ય વ્યક્તિઓ જરૂરી પ્રમાણમાં પણ જાણે તે જરૂરી છે, પણ એ પ્રત્યે સંજોગોએ ઉપેક્ષા ઊભી કરી છે. એમ છતાં—મને થયું કે મારા સાધુસાધ્વીજી, વાચકો તથા અન્ય રસિક સાધકોને મંત્ર પરિભાષાની જરાક વાનગી ચખાડું તો સારૂં એટલે આજથી ૨૫ થી વધુ વરસ ઉપર ઋષિમંડલના બે શ્લોકો પૂરેપૂરી સમજ મળે તે માટે સુવ્યવસ્થિત અને વિશિષ્ટ ઢબે ચિત્રકાર ભાઈશ્રી રમણિક દ્વારા લખાવ્યા હતા. થોડા વખત ઉપર તેનો જ બ્લોક કરાવ્યો હતો. જે અહીં છાપવામાં આવ્યો છે.
આ બે શ્લોકનો બ્લોક છાપેલું આ પુસ્તિકાનું જ પાનું ૨૫ મું ઉઘાડું રાખો પછી નીચેની
વાત વાંચો.
૧. પહેલાં શ્લોકના પ્રથમ શબ્દ આવત્ત છે. ત્રણ અક્ષરના આ શબ્દમાં બે શબ્દો છે. એ સમાસથી જો છૂટા પાડીએ તો આવિ અને ગત્ત બે શબ્દ થાય અને વ્યાકરણના નિયમથી સંધિ થતાં ગદ્યન્ત એવો એક શબ્દ બન્યો. આઘત્ત પછી શ્લોકમાં અક્ષર શબ્દ છે એટલે [૬૩૯ ] >> d&
++ 88<+>&>H >&