________________
બતાવવામાં આવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચાસ વખતે કઈ આકૃતિઓ મૂકવી તે છે છે. જાણકારો પાસેથી જાણી લેવું.
બાર સ્વરો દ્વારા આકાશમાં કરવામાં આવતી છોટિકાની મુદ્રાનું ચિત્ર બતાવવામાં આવ્યું / શું છે અને તે છોટિકા સુદ્રશક્તિઓને દૂર ભગાડવામાં-ડરાવામાં કરવામાં આવતી હોવાથી અંગૂઠા શું
અને તર્જનીનો ઉપયોગ કરવામાં આવે છે, અને સાથે સાથે વિધિકારે મોઢું બંધ રાખીને હું તે છાતીમાંથી-અંદરથી હુંકારો (હૂંડું) કરતા જવાનું
મંત્ર શાસ્ત્રમાં વિરોધીમલિન દેવી શક્તિઓને ડરાવીને ભગાડી દેવા માટે છોટિકા નામની છું ક્રિયા બતાવી છે. આમ તો આ ક્રિયા સૂરિમંત્રની પૂર્વસેવામાં કરવાનું બતાવ્યું છે, પણ
ઋષિમંડલની વિધિ તૈયાર કરનારે તે ક્રિયા ઋષિમંડલની પૂર્વસેવામાં પણ હોય તો સારી એમ વિચારી એમાં દાખલ કરવાની ભલાઈ કરી છે.
યંત્રોનું અમૃતીકરણ–આ ચિત્રમાં વિધિકારગુરુ યંત્રનું ‘અમૃતીકરણ' કરી રહ્યા છે એટલે . અમૃત-સ્ત્રવણ કરે છે. અમૃત કેવું હોય છે. એનો સ્વાદ કેવો હોય છે? તે વાંચવા મળ્યું નથી. જે પણ તે મરેલા માણસને જીવતા કરવાની તાકાત ધરાવે છે એવી પ્રાચીન કાળથી સમજ ચાલી શું આવે છે. સામાન્ય રીતે અમૃત દેવલોકના દેવો પાસે હોય છે નાડીમાં એથી એમનું બીજું નામ છે અમૃતભુજ છે. તીર્થંકર પરમાત્માના જન્મના પહેલા દિવસે દેવો ભગવાનના જમણા અંગૂઠામાં કે અમૃત પ્રક્ષેપ કરે છે અને તેથી તેને અમૃતનાડી કહેવાય છે. અમૃતને વહેવારની બોલીમાં ‘અમી' કહે છે. કોશમાં દૂધ, પાણી અર્થ કર્યા છે.
જાપ કરતાં પહેલાં મંત્ર શાસ્ત્રનો વિધિ-નિયમ છે કે-સાધકે જે દેવી-દેવતાઓની જાપ- જે પૂજા કરવી હોય, તે દેવદેવીઓને તેમના નિવાસ સ્થાનેથી કલ્પનાથી બોલાવી સામે રહેલા ચિત્રમાં કલ્પનાથી હાજર કરે, પછી બેસાડે, તે પછી હદયના સિંહાસન ઉપર સ્થાપે અને તે છે પછી પધારેલા ઇષ્ટનું-દેવદેવીઓનું અમૃતીકરણ કરે, એટલે કે સુરભિધેનું મુદ્રાવડે સજીવનજીવંત કરે, તેથી તેઓ સાધકની સામે સાક્ષાત્ હાજર થઈ ગયા છે એવું સમજે. પછી તેની પૂજા અને તે પછી પ્રાણાયામની ક્રિયા કરે, પછી સંકલ્પ એટલે જે નિમિત્તે જાપ વગેરે કરવાના હો તો નિમિત્ત અને જાપનો દિવસ રોજરોજ બોલીને પછી જાપ કે પૂજાનુષ્ઠાન કરે. આ અમૃતકરણની ક્રિયાથી સાધક પોતાના દેહની અંદર પણ શીતલતાનો મધુર સંચાર અનુભવે છે. શરીર એકદમ સ્વસ્થતા અનુભવે છે.
*સુરભિ કે ધેનુ મુદ્રા-ઘેનુ એટલે ગાય. ગાયના ચાર આંચળમાંથી જેમ દૂધ ઝરે છે તેવી રીતે અહીં પણ બંને હાથના આંગળા દ્વારા ચાર અંચળ જેવો આકાર રચીને પત્ર ઉપર ક્રિયાકાર પોતાની આંગળીમાંથી અમૃત-દૂધ ઝરાવતો આખા યત્રના દેવ-દેવીઓને સજીવન છે કરી રહ્યો છે તેવી કલ્પના કરીને ક્રિયા કરે. આથી બધાય દેવ-દેવીઓ જીવંત-હાજર-પ્રત્યક્ષ !
થયા છે એવું સમજીને પૂજા કાર્ય કરવાનું છે. મુદ્રા જાણીતા પાસે શીખી લેવી. છે કે કોઈ ગ્રન્થમાં સુરભિ-ધનુ મુદ્રા વચ્ચે ફરક બતાવ્યો છે.