________________
યશસ્વિની ચિત્રાવલી પુસ્તકનાં ચિત્રોનો ઘણો
ઉપયોગી પરિચય
લેખક : આચાર્ય યશોદેવસૂરિ નાના મોટા ૧૦૦ થી વધુ બ્લોકોની નાનકડી પુસ્તિકા આજે પ્રકાશિત થઈ રહી છે. * કર્મઠકાર્યકર ભાઈશ્રી નંદલાલ દેવલુકે એક દિવસ પોતાના જૈન રત્ન ચિંતામણી' નામના શું મહાકાય સંદર્ભ ગ્રન્થમાં, મારી પાસે જે કંઈ ધાર્મિક બ્લોકો હોય તે છાપવા માટે માગણી | કરી. મારા સંગ્રહમાંના જે જે બ્લોકો હાથ પર હતા તે મેં તેમને આપ્યા. અલબત્ત બહુ જ
મોડા આપ્યા. સાધના તથા આરાધનામાં ઉપયોગી વિવિધ મુદ્રાઓ અને વિભિન્ન આસનો શું 3 વગેરેની જાણ સાધકોને આરાધકોને વધુ ને વધુ પ્રમાણમાં થાય તો વિધિપૂર્વક સાધના-આરાધના છે છે કરી શકાય. એક વાત નિશ્ચિત છે કે કોઈપણ ક્રિયા-આરાધના વિધિની શુદ્ધિ ને ભાવની શુદ્ધિ ? હું બંને શુદ્ધિ જાળવી હોય તો જ ફળ આપે છે. તેમાંથી એક ન હોય કે તેની ખામી હોય તો
તે પૂરૂં ફળ આપતી નથી. એ સંજોગોમાં આ નાનકડી યશસ્વિની-યશોજ્જવલ ચિત્રાવલી ? છે અનેકને અનેક રીતે લાભપ્રદ થશે જ. આ ચિત્રો ત્રણ વિભાગે રજૂ થયાં છે. એમાં જિનમંદિર ! ૐ જિનમૂર્તિ સમક્ષ કરવામાં આવતા અને સામાયિક પ્રતિક્રમણ વગેરેને લગતાં ઉપયોગી ચિત્રો છે. $
આટલી બધી મુદ્રાઓ, આસનો વગેરે એક જ પુસ્તિકામાં એક સાથે (પ્રાય:) પહેલીવાર પ્રકાશિત થતાં હશે! કેટલીક મુદ્રાઓ અભિનવ છે. પહેલીવાર વાચકોને જોવા મળશે. આ છે વિષયના ખપી રસિક જીવોને હાથમાં એક ઉપયોગી કૃતિ મૂકી રહ્યો છું તેનો આનંદ થાય છે. આ અલબત્ત તમામ ચિત્રો કલરીંગ પ્રગટ કરી શકાયાં નથી નહીંતર તેવાં સહુને ગમત.
આ ચિત્રાવલીમાં શરૂઆતમાં ઋષિમંડલયન બૃહત્ પૂજન વિધિની જે પ્રત હવે બહાર ૐ પડવાની છે, તેમાં લગભગ ૬૪ ચિત્રો છાપ્યાં છે. તે જ ચિત્રોને પુનઃ અહીં છાપવામાં આવ્યાં હું શું છે. ત્યાર પછી સિદ્ધચક્રપૂજનવિધિને લગતાં ૧૫ ચિત્રો છાપ્યાં છે. તે પછી સામાયિક છે
પ્રતિક્રમણને લગતા લગભગ ૨૭ ચિત્રો છાપવામાં આવ્યાં છે. જે અગાઉ મારી સંવર્ચ્યુરી : પ્રતિક્રમણની છ આવૃત્તિઓમાં છપાઈ ગયાં છે. આ બ્લોકો એમને ફક્ત એક સંગ્રહ તરીકે મૂકવાના હતા એટલે બહુ વ્યવસ્થિત રીતે અને ક્રમપૂર્વક મૂકવાનો ખ્યાલ પ્રકાશકે રાખ્યો નથી, એટલે આમાં કેટલાક બ્લોકો ક્રમ વિના આડાઅવળા છપાયાં છે તે વાત ધ્યાનમાં લેવી.
ચિત્રાવલીના ક્રમની વ્યવસ્થા જે જળવાઈ નથી તો તે કેવા ક્રમે હોવી જોઈએ તે અંગે નીચે મુજબ સુધારા સૂચવું છું.
૧. પેજ નં. ૧૦, પંચાંગન્યાસની બાજુમાં બીજો બ્લોક છે તે ત્રીજા નંબરે જોઈએ અને છે ત્રીજા નંબરનો બ્લોક બીજા નંબરમાં જોઈએ.
૨. પેજ નં. ૧૪ મા પાનામાં આપેલું વજૂપંજરનું ચિત્ર ૧૩ મા પાનામાં છાપવું જોઈએ. હું